આજે ડીસાની બસે ચાની મજા માણી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 14:09:30
  • Views : 990
  • Modified Date : 2021-01-17 14:16:17

    બનાસકાંઠામાં ડીસા બસ સ્ટેન્ડ માં આજે વિચિત્ર અકસ્માત સર્જાયો છે , બસ સ્ટેન્ડ માં પાર્ક કરેલી એક બસ અચાનક બાજુમાં આવેલી દુકાનના શેડમાં ઘુસી જતા નાસભાગ મચી ગઇ હતી . બસ ઘૂસી જતાં દુકાન માલિકને અંદાજે 1 લાખથી પણ વધુ નુકસાન થયું છે




  ડીસા બસ સ્ટેશનમાં આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ડીસા- પ્રાંતિજ બસ ન્યૂટ્રલ હાલતમાં પાર્ક કરેલી હતી તે દરમિયાન અચાનક બસ રગડીને બાજુમાં આવેલ ચા ની દુકાનના શેડ માં ઘૂસી ગઈ હતી . અચાનક બસ દુકાનના શેડમાં ઘૂસી જતા બેઠેલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. બસ ઘૂસી જતા બસની નીચે એકટીવા કચડાઈ ગઇ હતી જ્યારે 15 જેટલી ખુરશીઓ અને શેડ પણ તૂટી જતા દુકાન માલિકને ભારે નુકસાન થયું હતું, અકસ્માતના કારણે દુકાન માલિકને અંદાજે 1 લાખથી પણ વધુ નુકસાન થવા પામ્યું છે જો કે સદનસીબે જાનહાનિ ટળી છે,  ઉલ્લેખનીય છે કે બસચાલકે ગંભીર બેદરકારી દાખવતા અને બસ ન્યુટ્રલ હાલતમાં મુકતા આ ઘટના બની હોવાનું દુકાન માલિક નું માનવું છે , ત્યારે બેદરકારી દાખવનાર બસ ચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી દુકાન માલિક ની માંગણી છે......

 

Download Our B K News Today App



Related News