ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-03 14:25:36
  • Views : 52
  • Modified Date : 2025-04-03 14:25:36

બનાસકાંઠાના ડીસામાં  આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. મધ્ય પ્રદેશના દેવાસના નેમાવર ઘાટ પર આજે 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. તે હજુ ગુજરાતમાં જ છે.  

ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) સવારે 8 વાગે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ બાદ બાદ આગ ફાટી નીકળી હતી. એટલું જ નહીં, શક્તિશાળી વિસ્ફોટથી દીવાલો પણ ધસી પડી હતી, જેમાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘણાં મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા.


Download Our B K News Today App



Related News