ડીસા શહેર બન્યું ડસ્ટબિન મુક્ત શહેર પાલિકાની સ્વછતા અભિયાનની કામગીરી પર ઉઠ્યા સવાલો. સુંદર શહેરની વાતો માત્ર કાગળ પર..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 11:15:33
  • Views : 328
  • Modified Date : 2022-05-27 11:15:33

 

સમગ્ર ગુજરાતમાં સ્વછતા અભિયાન અંતર્ગત સ્વચ્છ શહેર સ્વચ્છ ગામ બનાવીની કામગીરી પર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે ડીસા નગરપાલિકાને સ્વછતા અભિયાન અંતર્ગત અનેક એવોર્ડ નંબર પ્રાપ્ત કરવામાં આવ્યા છે પરંતુ ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નંગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે સ્વચ્છ ડીસા શહેર અંતગર્ત શહેરમાં પાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલા ઠેર-ઠેર કચરા માટે ડસબીન મુકવામાં આવ્યા હતા જે ડસબીનનો શહેરજનો ભરપુર ઉપયોગ કરતાં હતાં જેના લીધે શહેરના રોડ રસ્તાઓ પર  ક્યાંય કચરો જોવા મલતો ન હતો પરંતુ સમય જતાં પાલિકા દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબિન તુટી જતાં ડસ્ટબિન ખુદ કચરો બની ગયાં હોય પાલિકા દ્વારા શહેરમાં લગાવેલ તમામ ડસબીન હટાવી લેવામાં આવ્યા છે ત્યારથી આજદિન સુધી નવા ડસબીન મુકવામાં આવ્યા ન હોઈ શહેરજનો અને રાહદારીઓ મજબુરીમાં જાહેરમાં કચરો રોડ રસ્તાઓ પર ફેંકવા મજબુર બની રહ્યા છે ડીસા પાલિકા દ્વારા જનરલ બોર્ડમાં નવા ડસબીન મુકવામાં માટે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે પરંતુ પાલિકા દ્વારા ડસબિન મુકાવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી  જેણે લઈને સ્વચ્છ ડીસા શહેર ની વાતો કરતી પાલિકાની કામગીરી સામે શહેરજનોમાં ભારે આકોશ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે શહેરમાં અત્યારે પાલિકા દ્વારા મુકવામાં આવેલ ઠેર-ઠેર કચરાના સ્ટેન્ડ પર કચરાના ઢગલા ખડકાયેલાં જોવા મળી રહ્યાં છે ત્યારે શહેરમાં ઠેરઠેર કચરાના સ્ટેન્ડ પાલિકા દ્વારા મુકવામાં આવતાં સ્વછતા અભિયાનના ધજાગરા ઉડાવતી હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરને સ્વચ્છ રાખવાં માટે ડીસા નગરપાલિકાના જાગૃત પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા તાત્કાલિક અસરથી શહેરમાં ડસબીન મુકવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે..

Download Our B K News Today App



Related News