નાની બહેનને મુકવા આવેલ મોટી બહેનને કાળ ભરખી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 15:08:42
  • Views : 940
  • Modified Date : 2019-07-24 15:08:42

ડીસાના રાજ મંદિર પાસે શ્વાન વચ્ચે આવતા એકટીવા ચાલક યુવતીએ શોર્ટ બ્રેક મારતા પટકાઈ હતી. પરિણામે યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી. યુવતીને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં  આક્રંદ મચ્યો હતો.ડીસાના જૈન નગર સોસાયટી ખાતે રહેતી ૨૧ વર્ષીય કિંજલબેન દિનેશભાઈ ઠક્કર મંગળવારે સવારે તેની નાની બહેનને મુકવા એકટીવા પર  રાજ મંદિર પાસે આવી હતી તેની નાની બહેનને રાજમંદિર છોડયા બાદ તે પરત થઇ હતી. આ દરમિયાન રાજ મંદિર  પાસે આવેલ પુલ પાસેથી પસાર થતા વચ્ચે શ્વાન આવતા તેને શોર્ટ બ્રેક મારી હતી. જેથી યુવતી ગંભીર હદે પટકાઈ હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઊમટી પડયા હતા. ઘાયલ યુવતીને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમા ખસેડાઇ હતી. જોકે તેને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં આક્રંદ મચ્યો હતો.



Download Our B K News Today App



Related News