ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિરથી સસ્તી વીજળી મફત વિજળીની માંગ સાથે મશાલ રેલી યોજી પોલીસ દ્વારા કરાઈ અટકાયત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-01 11:47:12
  • Views : 212
  • Modified Date : 2022-07-01 11:47:12

 

સમગ્ર ભારતમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દર માસે ૨૦૦ થી ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપી જનતાને મોંઘવારીમાંથી ઉગારવા મદદ કરી રહી છે ત્યારે ભાજપ અન્ય રાજ્યોમાં વિજળી ફ્રી આપવાના વાયદાઓ કરી રહી છે તો સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી શાસન ભાજપ ચલાવી રહ્યું છે તો શા માટે ગુજરાતની જનતા સાથે અન્યાય કરી રહ્યી છે ગુજરાતમાં ફ્રી નહીં પણ સસ્તી વિજળી આપવાની જગ્યાએ અવાર નવાર વીજ ભાવો વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીમાં પડ્યા પર પાટું મારવા સમાન છે. ભાજપના નેતાઓ અન્ય રાજ્યમાં વિજળી ફ્રી આપવાની જાહેરાત કરતા ગુજરાતની જનતાનો શું વાંક  સાથે ના સવાલો લઇ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વિજળી સસ્તી કરો આંદોલન શરૂ કરેલ છે જેના ભાગ રૂપે આજે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ભેમાભાઇ ચૌધરીની આગેવાનીમાં સાંઇબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેરના હોદેદારો કાર્યકર્તાઓ દ્વારા  મશાલ રેલી સાથે પગપાળા યાત્રા કરી લોકોને જાગૃત કરેલ અને વિજળી સસ્તી કારોના નારાઓ લગાવી બહેરી સરકારને જગાવવાનો પ્રયાસ કરેલ હતો ત્યારે આમ આદમી પાર્ટીની મશાલ રેલીના પગલે શહેરમાં  ઉત્તર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો  હતો બાદમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરી ઉતર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં બાદમાં આમ આદમી પાર્ટીના તમામ આંદોલનકારીઓનો છુટકારો થયો હતો..

Download Our B K News Today App



Related News