ડીસા ત્રણ હનુમાન રોડ પાસે પાણીની પરબ શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 10:54:03
  • Views : 481
  • Modified Date : 2019-04-04 10:54:03

ડીસામાં જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત આ ત્રીજા વર્ષે પણ ત્રણ હનુમાન રોડ વસંતા પાર્લરની આગળ જગદીશભાઈ મોદી તથા સ્થાનિક લોકોના સહયોગથી મીનરલ વોટર પાણીની બીજી પરબનો શુભારંભ પ્રવિણભાઈ માળી (પૂર્વ પ્રમુખ,ન.પા,ડીસા)ના હાથે રિબિન કાપી પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી.
જે પરબ શરૂ કરવાથી ભરઉનાળામાં લોકોની તરસ છીપાવા માટે આ પરબ આશીર્વાદ રૂપ બની રહેશે.
જે પ્રસંગે ચેતનભાઈ ત્રિવેદી (મહામંત્રી, ભાજપ, ડીસા શહેર) જગદીશભાઈ મોદી (પ્રમુખ, બક્ષીપંચ મોરચા,ભાજપ), કમલેશ દેસાઈ (ઉપપ્રમુખ, યુવા મોરચા,ભાજપ) તેમજ મુકેશભાઈ માળી, સુરેશભાઈ માળી તથા વેરાઈ ટેલર્સ સહિતના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News