દીપડાએ એક વન રક્ષક સહિત બે સ્થાનિક લોકો પર હુમલો કરી ગંભીર ઇજા, હુમલા ને પગલે લોકો ભયભીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:33:16
  • Views : 474
  • Modified Date : 2021-09-10 14:33:16

     બનાસકાંઠા જિલ્લા માં ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો છે નાનાજામપુર પાસે બનાસ નદીના પટમાં આજે વહેલી સવારથી દીપડાએ બે સ્થાનિકો પર હુમલો કર્યા બાદ મોડી સાંજે એક વન રક્ષક પર પણ હુમલો કરતા ત્રણેય ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડાયા છે. દીપડા ના હુમલા ની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે

 

     કાંકરેજ તાલુકાના નાના જામપુર પાસે આવેલ બનાસ નદીમાં પટમાં આજે વહેલી સવારથી દીપડો આતંક મચાવી રહ્યો છે. વહેલી સવારે દીપડાએ ત્યાંથી પસાર થતા બે લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો થતા દીપડા ના પંજામાંથી બચવા માટે બુમાબુમ કરતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઘટનાની જાણ કરતા વન વિભાગની ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દિપડાની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન મોડી સાંજે શોધખોળ દરમ્યાન છુપાઈને બેઠેલા દીપડાએ વન રક્ષક પેથાભાઈ રબારી ઉપર પણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા અન્ય વન વિભાગ ના અધિકારીઓએ ઇજાગ્રસ્ત ને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આતંકી તુ બનેગા દિપડાની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે બનાસકાંઠા માં આવેલ જેસોર અભ્યારણ માં રીંછ અને દીપડા જેવા અનેક હિંસક પ્રાણીઓ વસે છે, અને ઘણીવાર ખોરાક, પાણીની શોધમાં આવા પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી જતા હોય છે. વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ હોવાના કારણે પાણીની શોધમાં દીપડો નદીના માર્ગે થઈ વિસ્તારમાં આવી ચડયો હોય તેમ વનવિભાગ અનુમાન છે.

 

Download Our B K News Today App



Related News