ભાવનગરના હનીટ્રેપ કાંડામાં કોલ ડિટેઇલ પરથી ઉંડી તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-11 19:01:45
  • Views : 207
  • Modified Date : 2024-11-11 19:01:45

ભાવનગર જિલ્લાના તળાજાના "દિલ કા ડોકટર” પોતાની યુવાની ની જાળમા લઈ અનૈતિક સંબધ બાંધ્યા બાદ ડરાવી ધમકાવી રૂપિયા બાદ શોરૂમ માંથી ફોરવહીલ અપાવી દેવાની માગ કરનાર યુવતી વિરુદ્ધ ભાવનગર ના ભરતનગર પોલીસે ગુન્હો દાખલ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ યુવતીના મેળવ્યા હતા.ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઠાકર એ જણાવ્યું હતુ કે બે દિવસ ના રિમાન્ડ દરમિયાન યુવતી એ એકથી વધુ વ્યક્તિ ના નામો આપ્યા છે.તેના આધારે અમોએ જેતે વ્યક્તિ ની પૂછપરછ કરી રહ્યાછીએ.આરોપી એ પોતાને ફરિયાદી ડોકટર સાથેના સંબંધો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. યુવતીએ જે નિવેદન આપ્યુ છે તે અને હવે મોબાઈલના સીડીઆર ચેક કરવામાં આવશે.લગભગ એક મહિનાથી વધુના સમય ગાળા ના પોલીસ સીડીઆર ચેક કરશે.તેના માટે એક ટીમ બનશે.આરોપી સાથે કોણે ક્યાં ક્યાં સમયે કેટલી વાત કરી,ચોક્કસ સમયમાં અનેક વખત વાત થઈ હોય તો તેના કારણો શુ શુ છે તે જાણવા માટે જેટલા નંબરો સામે આવશે જેમાં પોલીસ ને શંકા જણાશે તે તમામ ને પોલીસ મથકે બોલાવી ને અથવાતો પોલીસ જેતે સ્થળે જઇ ને નિવદેન નોંધવા સહિતની તપાસ કરશે.પો.ઇ.ઠાકર એ વધુમાં જણાવ્યું હતુ કે કાલથી સીડીઆર હાથમાં આવી જશે.આજે આરોપી યુવતી નું જેલ વોરન્ટ ભરવામાં આવ્યું છે.એટલેકે તેમનો જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી જેલવાસ શરૂ થયો છે.પોલીસે અપીલ કરી છેકે જે કોઈ હનીટ્રેપ નો શિકાર બન્યું હોય તે વ્યક્તિ ને ફરિયાદ કરવી હોય તો તે સંપર્ક કરી શકે છે.ચર્ચા એવિપણ છેકે આરોપી અને તેનો પરિવાર આજથી કેટલાક સમય પહેલા આર્થિક રીતે સદ્ધર ન હોય હોસ્પિટલમા નજીવા પગાર થી નોકરી કરી ને જીવન નિર્વાહ ચલાવવામાં પરિવાર ને મદદ કરતી હતી.બાદ ભાવનગર આવી અહીંપણ તેમનો ખાસ કોઈ એવો પગાર હતો નહિ જ્યાં તે કોન્ટ્રાકટ બેઇઝપર કામ કરતી હતી.છતાંય તેણે એક પર્સનલ ફ્લેટ લીધો હતો.એ ઉપરાંત એક ફોર વહીલ,બાઈક છે.આ વિષયમા ઊંડી તપાસ કરવામા આવશે તેમ જણાવે છે. ફરિયાદી તબીબે જો હિંમત ન દાખવી હોત તો અન્ય લોકો પણ ગૌરીની કમાલ નો શિકાર બનત તેમ લોકો માની રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News