પાટીદાર અગ્રણી ધરમશીભાઈની હત્યાથી ઘેરો શોક : આરોપી દવા પી જતા નજરકેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-23 17:40:23
  • Views : 185
  • Modified Date : 2024-10-23 17:40:23

બરવાળા તાલુકાના ભીમનાથ ગામે બનેલાં હત્યાના ચકચારી બનાવમાં નોકરી ન અપાવ્યાની દાઝ રાખી ગામના જ શખસે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલના ટ્રસ્ટી અને મુળ ભીમનાથના વતની એવા 83 વર્ષીય વૃદ્ધ પાટીદાર સેવાભાવી આગેવાન પર તેમના ઘર બહાર જ ધારિયા વડે હુમલો કરી તેમનું ઢીમ ઢાળી દિધું હતું. જો કે, હુમલા બાદ હત્યારાએ પણ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતે સારવાર્રાર્થેે હોસ્પિટલ ખસેડાયો હતો.જયાં પોલીસે તેને નજરકેદ કરી તેની વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ, બનાવના પગલે સ્થાનિકથી લઈ પર્દેશ કક્ષા સુધીના રાજકીય અને સામાજિક નેતાઓ તથા પાટીદાર આગેવાનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બરવાળા, ધંધુકા સહિત સમગ્ર બોટાદ પંથક અને અમદાવાદ પાટીદાર સમાજમાં ચકચાર મચાવતાં બનાવની પ્રાથમિક વિગત એવી છે કે,બોટાદ જિલ્લાના બરવાળા નજીક આવેલાં ભીમનાથનાં મૂળ વતની અને અમદાવાદ ખાતે રહેતા અને ધંધૂકા આર.એમ.એસ. હોસ્પિટલના ટ્રસ્ટી,અમદાવાદના બિલ્ડર તથા પાટીદાર આગેવાન ધરમશીભાઈ હરજીભાઈ મોરડીયા (ઉ.વ.આશરે 83)એ નિત્યક્રમ મુજબ આજે ધંધુકા સ્થિત આર.એમ.એસ હોસ્પિટલ ખાતે યોજાયેલી હોસ્પિટલ અંગેની બેઠકમાં હાજરી આપી હતી.બેઠક પૂર્ણ થયા બાદ તેઓ પોતાનું વાહન લઈને અંદાજે બપોરના 12:30 કલાકના સુમારે માદરે વતન ભીમનાથ ગામે આવેલાં પોતાના ઘરે આવ્યા  હતા.જયાં ઘરની બહાર ઉભેલાં અને ગામમાં રહેતાં કલ્પેશ સવજીભાઈ મેર નામના શખસે તેમને અટકાવ્યા હતા. અને નોકરી અપવવા અંગેની વાત દહોરાવી હતી. સાથે જ કલ્પેશ ત્રણ વર્ષથી રખડતાં હોવાનું કહી નોકરી આપવા દબાણ કર્યું હતું.જો કે, ધરમશીભાઈએ દિવાળી બાદ નોકરીની જગ્યા ખાલી હશે તો જાણ કરાશે તેમ કહેતાં કલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેમના પર ધારિયાં જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથા અને મોઢાના ભાગે લોહીયાળ ઈજા પહોંચાડી નાસી છૂટયો હતો. જયારે, સ્થળ પર હાજર મંગળસિંહ તથા અન્ય લોકો દ્વારા વૃદ્ધને લોહીયાળ હાલતે  સારવારાર્થે ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કરતાં હુમલાનો આ બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો.જયારે, બનાવની જાણ થતાં જ બરવાળા, ધંધુકા, બોટાદ એલસીબી અને ખુદ બોટાદ જિલ્લા પોલીસ વડા સહિતનો મસમોટો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.મૃતકના મૃતદેહને પોસ્ટમોેર્ટમ અર્થે ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમના પીએમ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને અમદાવાદ લઈ જવાયો હતો. અને આજે સદ્દગતની અંતિમ વિધિ કરાઈ હતી. જયારે, બનાવ અંગે મોડીરાત્રે મૃતકના પુત્ર હરીશભાઈ ધરમશીભાઈ મોરડીયાએ કલ્પેશ સવજીભાઈ મેર (રહે.ભીમનાથ, તા.બરવાળા, જિ.બોટાદ) વિરૂદ્ધ નોકરી ન અપાવ્યાની દાઝ અને મનદુ:ખ રાખી તેમના પિતા ધરમશીભાઈ મોરડીયા પર ધારિયા વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાની બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યારા વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.દરમિયાનમાં વયોવૃદ્ધ પર હુમલો કરી નાસી ગયેલા શખ્સ કલ્પેશ મેરે પોતાના ઘરે ઘાબા પર જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને સારવારાર્થે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે હોસ્પિટલ જઈ સારવારમાં રહેલાં હત્યારાને નજરકેદ કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે ધરમશીબાપાની હત્યાના સમાચાર સાંભળીને સમગ્ર પાટીદાર સમાજ ઊંડા શોક અને ઘેરા દુ:ખની લાગણી અનુભવે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આ આઘાતજનક બનાવ બદલ દુ:ખી છે. તેમણે હંમેશા કોઇપણ સમાજના દીકરા-દીકરીઓને મદદ કરવામાં પાછું વળીને જોયું નથી. બીજાના દુ:ખે દુ:ખી રહેતો વ્યક્તિ પોતાનું જીવન સેવામય બનાવીને જીવતો હોય.ત્યારે આવા વ્યક્તિની સેવાપ્રવૃત્તિથી નારાજ થઇને તેમની ઘાતકી હત્યા થાય ત્યારે એ ઘટનાને સમાજના સામાજિક લોકોની ભાવનાની હત્યા ગણી શકાય. ધરમશીબાપાએ તેમની જિંદગીમાં અનેકસંસ્થાઓને અઢળક દાન કર્યું છે.તેમનું જોઇને બીજા અનેક લોકોને પણ દાન કરવાની પ્રેરણા મળી છે.

 

Download Our B K News Today App



Related News