ઇન્દ્રોડા નેચરલ પાર્કમાં સફેદ વાઘ, સિંહ અને દીપડાના આવાસનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:16:02
  • Views : 313
  • Modified Date : 2021-08-25 13:16:02

     ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં આજે નવું પ્રાણીઓનું આવાસ સ્થાન બનાવવાના આવ્યું છે. ૪૭૫ હેકટરમાં ફેલાયેલા આ પાર્કમાં હરણ, પક્ષીઓ, વાઘ, ચિતો, મગર, સિંહ અને સર્પનું પણ અહીં આવાસ પહેલેથી છે. પરંતુ આજથી હવે પાટનગરમાં સફેદ વાઘ પણ જાેવા મળશે. આજે વન્ય મંત્રી ગણપત વસાવાએ સફેફ વાઘ, સિંહ અને  વાઘ ઉપરાંત ચિતાના આવાસનું લોકાર્પણ કર્યું હતું.  લોકો હવે આ પાર્કમાં જાેવા આવે ત્યારે અદભુત નજારા સાથે પ્રાણીઓના આવાસ તૈયાર કરાયા જાેવા મળશે. વધુમાં અહીં પક્ષી ઘર, મગર, હરણ અને સર્પ ગૃહ તો પહેલાથી જ છે. તેમાં હવે સફેદ વાઘ ઉમેરાતા હવે લોકો માટે સરસ જાેવા લાયક સ્થળ બની ગયું છે. ઇન્દ્રોડા નેચરલ પાર્ક હવે આ પ્રાણીઓ સાથે મોટું પીકનીક સેન્ટર બની ગયું છે. ગુજરાતમાં સિંહની વસ્તી પણ હવે વધી છે.  તેમ વન મંત્રી ગણપતભાઈ વસાવાએ પણ જણાવ્યું હતું અને આ નેચરલ પાર્કને નિહાળવાનો લ્હાવો પણ વન મંત્રીએ લોકાર્પણ પછી લીધો હતો. આ દરમિયાન દીપડો ઝાડી પર ચડીને જાણે રમત કરી કરતવો બતાવી રહ્યો હોય તેમ પોઝ આપ્યા હતા. આવનાર લોકો પણ તેને જાેવા અને મોબાઈલમાં તેની તસવીર કેદ કરવા તત્પર બન્યા હતા. રાજ્ય કક્ષાના વનપ્રધાન ગણપત વસાવા અને રાજ્યપ્રધાન રમણભાઇ પાટકર દ્વારા કરાયું હતું. ૨ કરોડના ખર્ચે આ ત્રણ આવાસો બનાવવામાં આવ્યા છે.

 

ઈન્દ્રોડા પાર્કમાં આટલા પ્રાણીઓ ઉપલબ્ધ

ઈન્દ્રોડા પાર્કમાં ૨૭ સાબર, ૬૮ ચિત્તલ ૬૮ અને ૯૬ જેટલા કાળિયાર, મગરો જેવા પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ આજથી લોકો જાેઈ શકશે. જેમના માટે પણ આ આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકાશે

આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે, જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય.

 

રાજ્યના વિવિધ ઝૂમાંથી વન્યજીવોને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લાવવામાં આવ્યા

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિડાલકુળના વન્યજીવ સફેદ વાઘ  (Royal Bengal Tiger)- - નર (નામ ઃ ગૌતમ, ઉંમરઃ૨.૫ વર્ષ)  તથા માદા વાઘ (નામ ઃ સૃષ્ટિ, ઉંમર - ૧૭ વર્ષ) ને ગુજરાત રાજ્યના વિવિધ ઝૂ માંથી ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લાવવામાં આવ્યા છે. તેઓને અદ્યતન પ્રકારના ઓપન મોટ આવાસોમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી સિંહની પ્રખ્યાત જાેડ નર સિંહ (નામ-સૂત્રા, વય - ૧૩ વર્ષ) તથા માદા સિંહણ (નામ ઃ ગ્રીવા, વય ઃ ૧૧ વર્ષ)ને નવનિર્મિત આધુનિક ઓપન મોટ પ્રકારના આવાસમાં નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે અને મુલાકાતીઓ હવેથી ભારતીય દીપડાઓ  નામ ઃ વીર (નર) વય-૧૪.૫ વર્ષ, જીગર (નર) વય-૧૩ વર્ષ, ગ્રીષ્મા (માદા) વય-૧૨ વર્ષ, જાન્વી (માદા) વય-૧૧ વર્ષૃને તેના ઓપન-ટુ-સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુક્ત વિહરતા નિહાળી શકશે.

Download Our B K News Today App



Related News