લોકાર્પણ:ધાનેરામાં 3 કરોડના ખર્ચે બનેલ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 11:29:04
  • Views : 238
  • Modified Date : 2022-05-30 11:29:04

 

નડીયાદથી અમિત શાહના હાથે ઇ-લોકાર્પણ,ધારાસભ્ય ભુલાયા

3 કરોડના ખર્ચે બનેલા પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ નડીયાદથી અમિત શાહના હાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરા ખાતે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે ધાનેરા પોલીસ ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ‘આ તાલુકો રાજસ્થાન સરહદનો તાલુકો હોવાથી ધાનેરા પોલીસ મથકને અતિ આધુનિક રીતે બનાવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા પ્રજા સાથે ભાઇચારા અને પ્રેમથી વર્તન કરશે તેવી બાંહેધરી પણ લોકોને આપી હતી.’મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવાડીયા, શશિકાન્ત પંડ્યા, ગુમાનસિંહ ચૌહાણ, માવજીભાઇ દેસાઇ, વસંતભાઇ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઇ પટેલ, બનાસબેંકના ચેરમેન સવસીભાઇ પટેલ સહિત હાજર રહ્યા હતા.

ધાનેરા ધારાસભ્યની કાર્યક્રમમાં બાદબાકી
કાર્યક્રમમાં પોલીસ દ્વારા ધાનેરા ધારાસભ્યનું પત્રિકામાં નામ તો ના લખ્યું પરંતુ તેમને આમંત્રણ પણ ન અપાતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જ્યારે બીજી તરફ પાલિકાના હદમાં કાર્યક્રમ હોવા છતાં પાલિકા પ્રમુખને પણ આમંત્રણ આપવામાં આવેલ ન હતું તેની સામે ભાજપના પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય નાના મોટા હોદ્દેદારોને સ્ટેજ ઉપર બેસાડવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.

 

Download Our B K News Today App



Related News