ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 17:06:04
  • Views : 456
  • Modified Date : 2021-03-31 17:06:04

     ગુજરાતમાં આજે સૌપ્રથમ વાર બનાસકાંઠા માં પાલનપુર થી મડાર સુધી રેલવે ટ્રેક પર ડબલડેકર ગુડ્ઝ ટ્રેનનું સફળ પરીક્ષણ કરાયું છે. છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક પર આજે સફળ પરિક્ષણ કર્યા બાદ સાડા ત્રણસો કિલોમીટરનો રેલવે ટ્રેક માલગાડીઓ માટે ખુલ્લો મુકાયો છે જેથી હવે અત્યાધુનિક બનેલા રેલ્વે ટ્રેક પર માલગાડીઓ દોડતા સમયની સાથે-સાથે ખર્ચની પણ બચત થશે..

- ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો.

- ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીમાં માલની હેરાફેરીમાં સરળ થશે.

- ભારત દેશમાં ઉદ્યોગના પ્રમાણમાં વધારો.

- ટ્રેન શરૂ થતાં પાલનપુર વાસીઓમાં ખુશી.

- ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો.

   વિકાસ કરી રહેલા ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોર પીછું ઉમેરાયું છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો છે. બનાસકાંઠામાં ન્યુ પાલનપુર અને અજમેરના મડાર સુધીના 335 કિ.મી. રેલવે ટ્રેકનું સફળ પરીક્ષણ કરાયું છે. અને ડીએફસીસી  ન્યુ રેવાડી થી -દાદરી વચ્ચેનો 642 કિ.મી. ટ્રેક આવતા માર્ચ 2022 સુધીમાં પૂર્ણ  થવાની શકયતા છે.આજે પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક પર ટ્રેન 75 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓ ઝડપથી પોતાનો સમાન મળી શકશે. ડીએફસીસી ટ્રેક પર બે સ્ટેશનો વચ્ચેનું અંતર 40 કિલોમીટર નું છે. જ્યાં સાદી માલવાહક ટ્રેનના સ્ટોપેજના અંતર 5 થી 7 કિલોમીટરે આવે છે સમગ્ર ડીએફસીસી રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમથી બનાવાયો છે.અગાઉ જુના ટ્રેક પર ટ્રેન ની લંબાઈ માત્ર 750 મીટર હતી જે નવા ડીએફસીસી રેલવે ટ્રેક પર માલગાડીની લંબાઈ 1.5 કિમી અને ડબલ ડેકર છે.

- આ સુવિધાથી સહુથી વધારે રાહત ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીમાં માલની હેરાફેરીમાં સરળ થશે.

    ગુજરાતમાં સૌપ્રથમવાર બનાસકાંઠા માં આ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો છે અત્યાર સુધી પેસેન્જર ટ્રેન અને માલગાડી બંને એક જ ટ્રેક પર દોડતા હોવાથી સમયે અને ખર્ચ નો ખુબજ વ્યય થતો હતો પરંતુ હવે માલગાડીઓ માટે અલગ જ રેલવે ટ્રેક બનાવવામાં આવતા ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થશે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા સમય અને ખર્ચ ની પણ બચત થશે જેની સીધી અસર આવનારા સમયમાં દેશના જીડીપીમાં અને દેશ ના આર્થિક વિકાસ થશે.ન્યુ પાલનપુર જકશનના નવા પાટા પર ટ્રેન રેવડીથી મદાર પાટા પર માલગાડી દોડી હતી..આ પાટો માત્ર માલગાડી માટે જ બનાવમાં આવ્યો છે..પહેલા એક જ પાટા પર પેસેન્જર અને માલગાડી સાથે ચાલતા ટ્રાફિક વધી જતો અને જેના કારણ ટ્રેન સમયસર પહોંચી શકતી ન હતી.. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે કરજોડાથી આગળ ન્યૂ પાલનપુર જકશનનો નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી તમામ માલગાડીનો સ્ટોપ ન્યુ પાલનપુર જકશન પર થશે.અને માલગાડી પણ આ નવા પાટા પર દોડશે.

    નવા પાટા પર ચાલતી માલગાડીની લંવાઈ 1.5km હશે અને માલગાડીની ઝડપ 100 km પ્રતિ કલાક થશે તેમજ માલગાડીમાં 25. ટનનો સમાન મૂકી શકીયે અને તેની ક્ષમતા 32.5 ટન વજન સુધી વધારી શકશો. આ સુવિધાથી સહુ થી વધારે રાહત ટ્રાન્સપોર્ટમાં પોરબંદર, કંડલાપોર્ટ અને સિમેન્ટની ફેક્ટરીમાં માલની હેરાફેરી સરળ થશે જેનાથી મોટા ઉધોગપતિઓને રાહત મળશે.


    ડી.એફ.સી દ્વારા 353 kmનો આ રૂટ બનાવવામાં આવ્યો છે જેની વચ્ચે 12 સ્ટેશને આવેલ છે. અને આ સ્ટેશન પર 12 પુલોનું નવનિર્માણ કરવામાં આવ્યો છે.ત્યારે ચોકકસથી કહી શકાય છે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાવેલ ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર ડી.એફ.સી ના નિર્માણથી માલગાડીઓને વેગ મળશે..અને માલની હેરા ફેરી વધુ ઝડપી બનશે.

    આ અંગે ડીએસફસીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશુતોષ રંકાવતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પાલનપુરમાં આજે ડેડીકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેક નો શુભારંભ કરાયો છે.જેના કારણે ટ્રાન્સપોર્ટ ની સુવિધા વધતા દેશના જીડીપી માં સુધારો આવશે.અને પાલનપુર આજુબાજુના મોટાભાગના ઉદ્યોગોને માલસામાનની હેરાફેરીમાં સરતા મળી રહેશે.

    ભારત દેશમાં દિવસેને દિવસે વસ્તીનો વધારો થઈ રહ્યો છે સાથોસાથ દેશમાં નવા નવા ઉદ્યોગો પણ સ્થાપિત થઈ રહ્યા છે. પહેલા દેશમાં માત્ર ન જેવા ઉદ્યોગો ચાલતા હતા. પરંતુ જેમ જેમ દેશમાં ટેકનોલોજી નો વધારો થયો તેમ તેમ આજે ભારત દેશમાં અનેક નવા ઉદ્યોગો ચાલુ થયા છે. બહારના દેશમાંથી ભારત દેશમાં ટ્રાન્સપોર્ટ દ્વારા અનેક વસ્તુઓ ની અવરજવર કરવામાં આવે છે જે બાદ દેશમાં એક શહેરથી બીજા શહેરમાં વસ્તુઓની અવરજવર કરવા માટે મોટાભાગે ટ્રેન મારફતે મોકલવામાં આવે છે ભારત દેશમાં અત્યાર સુધી અનેક નાની મોટી ટ્રેનો દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાન મોકલવા માટે આવે છે  દિવસે ને દિવસે જે પ્રમાણે ટેકનોલોજી નો વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે હાલમાં વિવિધ ટેકનોલોજી દ્વારા માલની હેરાફેરી સરળ બની રહી છે.

Download Our B K News Today App



Related News