ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવારના દરમાં રૂ.1800થી રૂ.4300 સુધીનો ઘટાડો, AMCનો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 16:26:10
  • Views : 419
  • Modified Date : 2020-12-11 16:26:10

    અમદાવાદ: શહેરમાં કોરોના મહામારી સતત વધી રહી છે. ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી ફરિયાદો સતત વધી રહી હતી, જેને ધ્યાન લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જેનો અમલ આવતી કાલ તારીખ 12/12/2020થી શરૂ થશે.ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ રૂ.9000 હતો જેને ઘટાડીને હવે રૂ.7200 કરવામાં આવ્યો છે, જ્યારે એચ.ડી.યુનો ખર્ચા રૂ.12600 હતો જેને ઘટાડી હવે રૂ.10000 કરી દેવામાં આવ્યો છે. સાથે જ વેન્ટીલેન્ટર વગરના આઈ.સી.યુનો ચાર્જ પણ હવે 18,050ની જગ્યાએ રૂ.14,400 જ આપવાનો રહેશે. અને વેન્ટીલેટર સાથેના આઈ.સી.યુ.નો ચાર્જ રૂ. 21850ની જગ્યાએ રૂ.17500 ચુકવવાનો રહેશે.


    આ નિર્ણય રાજ્યના મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં લેવાયો છે. જેનો અમલ આવતી કાલે સવારે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. આ બેઠકમાં AMC દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ હોસ્પિટલોની સંખ્યા, દર્દીઓની સારવાર બાબતે થયેલા અનુભવ, ટેસ્ટીંગ માટેની સુવિધા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. AMCની ડેઝિગ્નેટ કરેલી ખાનગી હોસ્પિટલોને બે કેટેગરીમાં દર્શાવવામાં આવી છે. જેમા પહેલી AMCએ રીફર કરેલા દર્દી અને પ્રાઈવેટ ક્વોટામાં દાખલ થતા બંને પ્રકારના દર્દીને દાખલ કરાતી ડેઝિગ્નેટ ખાનગી કોવિડ હોસ્પિટલ અને બીજી માત્ર પ્રાઈવેટ ક્વોટામાં દર્દીને દાખલ કરતી ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલ.



Download Our B K News Today App



Related News