શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજય સરકારમાં રજૂઆત કરવા સંકલન બેઠકમાં નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 13:48:03
  • Views : 376
  • Modified Date : 2021-09-28 13:48:03

     બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક ડીસા ખાતે યોજાઇ હતી. જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે જીલ્લા સ્તરે તેમજ રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરવા માટે નિર્ણય લેવાયો હતો.

બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક પ્રમુખ સંજયભાઇ દવે ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સંકલનની શરૂઆત માં જીલ્લા મહામંત્રી પ્રાગજીભાઇ પટેલે સૌને આવકાર્યા હતા. ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શાંતિભાઇ દેસાઇ એ શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. શિક્ષક સંઘના ખજાનચી મહિપતસિંહ દેવડા, મુકેશભાઇ દવે, પાંચાભાઇ દેસાઇ, જેસીગભાઇ અને દશરથજી ઠાકોર નું સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી જતાં પદયાત્રી સેવા કેમ્પ નું સફળ સંચાલન કરવા બદલ દાંતા તાલુકા પ્રમુખ ભરતસિંહ પરમાર અને તેમની ટીમની કામગીરી ને બિરદાવી હતી. આ અંગે બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઇ દવે એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જીલ્લાના શિક્ષકો માટે જીલ્લા ખાતે શિક્ષકો ના સાથ સહકારથી શિક્ષણ ભવન બનાવવામાં આવશે તેમજ વધુમાં વધુ શિક્ષકોને શિક્ષક જયોત ના સભાસદ બનવા માટે પણ અપિલ કરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News