ગીર ગઢડાના હરમડિયા ગામે શાંગાવાડી નદીમાં તણાતા યુવકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 15:49:42
  • Views : 149
  • Modified Date : 2023-07-09 15:49:42

વરસાદના  કારણે નદીઓમાં પાણી આવતા અનેક અનઈચ્છની બનાવો બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગીર ગઢડાના હરમડિયા ગામે બન્યો છે. હરમડિયા ગામ પાસેથી પસાર થતી નદીમાં બે યુવાન તણાયાની ઘટના સામે આવી છે.નદીમાં બે યુવાન તણાતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવકની સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી છે. નદીમાં નાહવા જતા અચાનક પૂર આવતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. યુવક તણાયાની ઘટનાને લઈને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Download Our B K News Today App



Related News