ડીસાના સિંધી કોલોનીમાં નાનકડી બોલાચાલીમાં ઘાયલ મહિલાનું 14 દિવસબાદ મોત : પરિવારજનો દ્વારા હત્યા કરનાર શખ્સને ઝડપી પાડવાની માંગ કરાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 11:55:58
  • Views : 512
  • Modified Date : 2021-07-15 11:55:58

    ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં થયેલા હુમલામાં સારવાર દરમ્યાન ૧૪ દિવસ બાદ ૭૦ વર્ષીય વૃધ્ધાનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય દલુબેન ઠાકોર લગભગ ૧૪ અગાઉ તેમના ઘરે હતા તે દરમ્યાન તેમની પાડોશમાં રહેતા નીકુલ પંચાલ નામના શખ્સ દ્વારા વારંવાર ફેંકવામાં આવતા પત્થરને લઈ દલુબેન નીકુલ પંચાલને ઠપકો આપવા ગયા હતા.. ત્યારે ઉશ્કેરાયેલા નીકુલ પંચાલ નામના યુવકે ઠપકો આપવા આવેલા દલુબેન ઠાકોર પર તલવાર વડે હુમલો કરી દીધો હતો.. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દલુબેન ઠાકોરને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.. પરંતુ દલુબેનની હાલત નાજુક હોવાના લીધે વધુ સારવાર માટે દલુબેન ઠાકોરને આગળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૪ દિવસ સારવાર આપ્યા બાદ દલુબેન ઠાકોરે ગઇકાલે રાત્રે દમ તોડી દીધો છે. દલુબેન ઠાકોરના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યો છે અને મૃતક મહિલાના પરિવારજનોએ દલુબેન પર હીચકારો હુમલો કરીને મૃત્યુ નિપજાવનાર શખ્સની અટકાયત કરવાની માંગ કરી છે..

દલુબેન ઠાકોર પર હુમલો થયાને ૧૪ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી પાડ્યો નથી.. ત્યારે હવે દલુબેન ઠાકોરનું મોત નિપજ્યાં બાદ પોલીસ આરોપીને ઝડપી પાડવામાં સફળ થશે કે કેમ તે આવનારા સમયમાં જોવા મળશે.

Download Our B K News Today App



Related News