દેવગઢ બારિયામાં શુભ પ્રસંગે ગરબા રમતા-રમતા વેપારીનું મોત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 19:09:22
  • Views : 150
  • Modified Date : 2022-10-17 19:09:22

    દાહોદના દેવગઢ બારિયામાં શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો દાહોદના દેવગઢ બારિયામાં શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો હતો જ્યારે ગરબા રમતા-રમતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના દેવગઢબારિયાની છે જ્યાં શુભ પ્રસંગમાં ગરબા રમતા રમતા વેપારી જમીન પર ઢળી પડ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી ગરબા રમતા, ડાન્સ કરતા કે ચાલુ નાટકમાં હાર્ટ એટેકથી થતા મોતના બનાવો સૌ કોઇને ચોંકાવી રહ્યાં છે. આ પ્રકારની ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા રહે છે. આવામાં એક વેપારીનું શુભ પ્રસંગમાં ગરબા કરતા સમયે મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદના દેવગઢબારિયામાં દાંડિયા રમતા સમયે વેપારી અચાનક જમીન પર પટકાયા હતા અને તેમનું મોત થયું હતું.તમને જણાવી દઇએ કે, પારિવારિક પ્રસંગ દરમિયાન આ કરુણ ઘટના બની. પરિવારજનોએ તેઓને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યા તેઓને હાર્ટ એટેકથી મોત થયાનું ડૉક્ટરે જણાવ્યું હતું. મૃતક વ્યક્તિ વણઝારા સમાજના અગ્રણી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા જ રાજ્યમાં આવી ઘટના ઘટી ચૂકી છે. નવરાત્રિ દરમિયાન વૃદ્ધ શિવજીનું અભિનય કરી રહ્યા હતા. આરતી ઉતરી રહી છે. તેવામાં અચાનક મોતને ભેટ્યા હતા. ત્યાં જ બીજી એક ઘટનામાં આણંદ અને દાહોદમાં પણ ગરબા રમતા રમતા મોત નીપજ્યું હતું. આણંદમાં યુવક ગરબા રમી રહ્યો છે અને અચાનક જ ઢળી પડ્યો હતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

Download Our B K News Today App



Related News