વેરાવળની હીરણ નદીના કિનારે હજારો મરઘા સહિત અનેક પશુઓના મૃતદેહ તણાઈને આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:36:52
  • Views : 87
  • Modified Date : 2023-07-21 16:36:52

 હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેધરાજા મૂશળધાર વરસી રહ્યાં છે. જેના પગલે ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાની દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યાં ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામ પાસેથી પસાર થતી હીરણ નદીના કિનારે હજારો મરઘાના મૃતદેહ તણાઈને આવ્યા છે.આ ઉપરાંત અનેક પશુઓના મૃતદેહ પણ તણાઈને આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા હિરણ 2 ડેમના 7 દરવાજા 27 ફુટ ખોલાયા હતા. તો વેરાવળ પંથકના ગામડાઓમાં પરિસ્થિ ખૂબ ગંભીર બની હતી.તો બીજી તરફ ગીરસોમનાથમાં ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News