થરાદ તાલુકાના ગામોની બનાસકાંઠા DDO અજય દહીયાએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 19:02:42
  • Views : 1240
  • Modified Date : 2020-04-25 19:03:23

કોકોરોના કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયેલા વાવ અને થરાદ તાલુકાના ગામોની બનાસકાંઠા DDO શ્રી અજય દહીયાએ મુલાકાત લીધી થરાદ તાલુકાના રાણેસરી તથા વાવ તાલુકાના દૈયપ અને બોર્ડરના માવસરી ગામની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દહીયઅત્યારે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી સામે સરકારની સુચના પ્રમાણે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર જંગ લડી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે ગામોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેવા ગામોની બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકાના રાણેસરી ખાતે આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત વાવ તાલુકાના દૈયપ અને માવસરી ગામમાં પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલો છે. 

Download Our B K News Today App



Related News