ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 11:21:12
  • Views : 562
  • Modified Date : 2019-07-02 11:21:12

બનાસકાંઠા જિલ્લાના તથા ડીસા શહેર અને  આજુબાજુના ગામડાના ગરીબ દર્દીઓ જે ડાયાલિસિસ બીમારીનો ભોગ બનેલા છે તેવા દર્દીઓને નિઃશુલ્ક ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ દ્વારા  ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો શુભારંભ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા કરવામાં આવ્યો હતો.
ડાયાલિસિસ બીમારીમાં એક અઠવાડિયામાં દર્દીએ બે વાર તેની સારવાર લેવી પડતી હોય છે. જેનો ઓછામાં ઓછો ખર્ચ ૫૦૦૦ થી ૭૦૦૦ એક વખતની સારવારમાં થતો હોય છે. તેમજ આવા દર્દીઓને સારવાર માટે પહેલાં મહેસાણા તથા અમદાવાદ સુધી જવું પડતું હતું જેને લીધે તેમનો ખર્ચ પણ વધી જતો હતો. ત્યારે આજે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની સારવાર તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે જેને લીધે મધ્યમવર્ગના તેમજ ગરીબ દર્દીઓને તેનો ખુબ જ લાભ મળશે. આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાના પ્રમુખ તેમજ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિઃશુલ્ક સરકારી સુવિધાઓ મળી રહે તે માટે અનેક પ્રકારના સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે ત્યારે ગતરોજ ડીસા શહેરમાં  નિઃશુલ્ક ડાયાલિસિસના રૂમોનો પ્રારંભ થતા ગરીબ દર્દીઓએ સરકારનો આભાર માની મોટા ખર્ચાઓમાંથી રાહત મેળવી હતી.

Download Our B K News Today App



Related News