ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા દાવેદારોના સેન્સ લેવાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 11:23:47
  • Views : 424
  • Modified Date : 2021-01-30 11:23:47

બનાસકાંઠા જિલ્લામાં
પાલનપુર, ડીસા અને ભાભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે.  આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત શુક્રવારે ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં  આવી હતી. જેમાં ડીસાના ૧૧ વોર્ડમાંથી ભાજપના કુલ ૨૯૮ થી પણ વધુ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. જે અંતર્ગત દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ગત પાંચ વર્ષની ટર્મમાં ત્રણેય નગરપાલિકા પર ભાજપનું શાસન હતું અને કોંગ્રેસે કારમો હારનો સામનો કરવો
પડ્યો હતો. ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં ફરી એકવાર વિજય મેળવવા માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ વૉર્ડ વાઇસ બેઠક કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ડીસામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને લઈ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શુક્રવારે આ પ્રક્રિયામાં ભાજપના રાણાભાઈ દેસાઈ, રેખાબેન ખાણેશા, યશવંતભાઈ બચાણી અને ડાયાભાઈ પિલિયાતર હાજર રહ્યા હતા. ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં ૧૧ વોર્ડના ઉમેદવારોના ફોર્મ પત્ર સ્વીકાર્યા હતા.  જ્યારે  સેન્સની પ્રક્રિયામાં ૧૧ વોર્ડમાંથી ૨૯૮ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ સોંપ્યા હતા. આ વખતની ચૂંટણીમાં મોટાભાગે યુવા ચહેરાઓ જાેવા મળ્યા હતા.
ડીસા નગરપાલિકામાં ગત ટર્મની ચૂંટણીમાં ૧૧ વોર્ડમાં ૪૪ સભ્યો ચૂંટાયા હતા. જેમાં ભાજપના ૨૧, કોંગ્રેસના ૬ અને અપક્ષના ૧૭ સભ્યો ચૂંટાયા હતા. જેમાં પણ
આંતરિક સ્થાનિક નેતાગીરીમાં વિખવાદના કારણે ભાજપ સત્તા નહીં મેળવી શકે તે ડરથી આખરે ભાજપે બંને જૂથના આગેવાનોને જ ટિકિટ આપી ચૂંટણી લડવા મજબૂર કર્યા હતા.

નિરીક્ષકોએ દાવેદારોને શું પૂછયું ?
ડીસા પાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારી માટે દાવા રજૂ કરનારા દાવેદારોને નિરીક્ષકો દ્વારા વિવિધ સવાલો કરાયા હતા. જેમાં શું તમે ભાજપના સક્રિય સભ્યો છો ? સક્રિય સભ્ય બનાવ્યા ? શા માટે ચૂંટણી લડવા માંગો છો ? સહિત અન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં દાવા માટે દોડ
ડીસા પાલિકાની સામાન્ય ચૂંટણી માટે સત્તા ભોગવનાર ભાજપ પક્ષ દ્વારા નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં દાવેદારી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો બનવા પોતાના દાવા રજૂ કર્યા હતા. જેમાં સૌથી વધુ દાવા વોર્ડ નં. ૫૭ લોકોએ જ્યારે સૌથી ઓછા વોર્ડ નં.૬ માં ૨૧ લોકોએ પોતાના દાવા રજૂ કર્યા હતા.

ભાજપમાં પેરેશૂટ ઉમેદવાર આવી શકે છે ?
ડીસા પાલિકાની ચૂંટણી માટે શુક્રવારે ભાજપ દ્વારા દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે કેટલાક દાવેદારોએ એવા પણ જણાતા હતા. જેમને કોંગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષમાં દાવેદારી કરવાની તૈયારી કરી રાખી છે. જ્યારે કેટલાક મોટા માથા ધરાવતા દાવેદારોને ઘર બેઠક દાવેદારી માટે ફોર્મ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી પેરેશૂટ ઉમેદવારો પણ આવી શકે છે. બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા નોંધપાત્ર હલચલ જાેવા મળતી નથી. એવું પણ બની શકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કેસરીયો ધારણ કરે તો તેવાને પણ ટિકિટ અપાઈ શકે છે. જેની ચર્ચા આજે દિવસભર શહેરમાં ચાલી હતી.  

ભાજપમાં કયા વોર્ડમાં કેટલા દાવેદારો
વોર્ડ નં.    દાવેદારો
    ૧    ૨૯
    ૨    ૩૧
    ૩    ૨૭
    ૪    ૫૭
    ૫    ૩૧
    ૬    ૨૧
    ૭    ૨૮
    ૮    ૩૧
    ૯    ૫
    ૧૦    ૧૮
    ૧૧    ૨૦
           કુલ  ૨૯૮

Download Our B K News Today App



Related News