દ્વારકા: આસોટા ગામમાં આભ ફાટ્યું, 13 ઇંચ વરસાદથી ગામ ફેરવાયું બેટમાં, લોકો ઘર પર ચડી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 14:13:07
  • Views : 618
  • Modified Date : 2019-09-06 14:13:07

દ્વારકા જિલ્લો જ્યાં લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા. ખેડૂતો ચિંતાતૂર થયા હતા. સુક્કી ભઠ દ્વારકાની ભૂમિ પર ધસમસતા નીર વહેતા થયા છે. દ્વારકા જિલ્લામાં આવેલા આસોટા ગામના છે, જ્યાં આભ ફાટ્યું છે ગામમાં 13 ઈંચ જેટલો વરસાદ  ખાબક્યો છે. ભારે વરસાદ પછી જે સ્થિતિ વણસી ગયેલી જોવા મળી  છે. ધોધમાર વરસાદ અને બાદમાં ગામ આખુંયે બેટમાં ફેરવાઈ ગયું છે. લોકો પોતાના ઘર પર ચડી ગયેલા જોવા મળી રહ્યાં છે.ગામમાં પાણી ફરી વળતાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે ઘરવખળી પલળી જતાં ગ્રામજનોને ભારે નુકસાની વેઠવી પડી છે. ગામના મુખ્ય માર્ગો નદી બની ગયા છે. જેના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે. આ જોઇ ગ્રામજનો પણ અચંબામાં પડી ગયા હતા. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આખરે આટલું પાણી ક્યાંથી આવી ગયું. જો કે ગામમાં પાણી ફરી વળતાં ગ્રામજનો ધાબા પર ચઢી ગયેલા જોવા મળ્યાં છે, જ્યારે કોઈ ઉંચાણવાળા વિસ્તારમાં જતું રહ્યું છે. તમામ લોકો ગામમાંથી વહેતા નીર નીહાળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતોદ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. જો કે આસોટા મ અને તેની આસપાસના વિસ્તારોમાં  આભફાટ્યું છે. ગામમાં 13 ઇંચ બાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.


ગ્રામજનો કંઈપણ વિચારે તે પૂર્વે જ વરસાદી પાણી ગામમાં ફરી વળ્યાં હતા અને કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. હાલ તો લોકો પોતાના મકાનોની છત પર આસરો લઈ રહ્યા છે.

જોકે પૂરના આ પાણી ક્યારે ઓસરે છે તે તો વરસાદ પર જ આધાર રાખે છે. હજુ પણ આગામી 12 કલાક ભારે વરસાદની આગાહી છે. હાલ તો વરસાદ થંભી જતાં આસોટા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Download Our B K News Today App



Related News