છાપી વિસ્તારમાં નશાયુક્ત દવાઓનું ધુમ વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:40:59
  • Views : 324
  • Modified Date : 2020-12-31 11:40:59

વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આવેલા તમામ મેડિકલમાં નશા માટે વપરાતી દવાઓ વેચાતી હોવાનું બુમરાડ ઊઠવા પામી છે. ત્યારે છાપી વિસ્તારમાં આવેલા સૌચાલયો તથા ખુણાખાબકી વાળી જગ્યાઓ પર  નશાખોરો દ્વારા આ દવાનો ઉપયોગ કરી ખાલી બોતલો ફેકી દેવામાં આવે છે. જ્યારે એક જ જગ્યા પર વીસથી પચ્ચીસ ખાલી બોતલો જાેવા મળતાં લોકોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો. જાેકે નશાખોરો અને મેડિકલો દ્વારા આ દવાને ‘પોપટ’ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.
સરકાર દ્વારા દવાની મેડિકલો પર સુચનાઓ આપવામાં આવી છે કે દર્દીને ડોક્ટરના પ્રીસ્કીપ્શન (ચીઠ્ઠી) વગર કોઈપણ પ્રકારની દવા આપવી નહીં તેમ છંતા પણ આ મેડિકલો દ્વારા ઊચા ભાવે અને વધુ પૈસા કમાવવાની લાઈમાં નશાયુક્ત દવાઓનું કોઈપણ જાતની રોકટોક વગર બિન્દાસથી વેપલો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ‘પોપટ’ નામથી ઓળખાતી આ નશાયુક્ત બોતલથી યુવાધન બરબાદીના પંથ તરફ ધકેલાઈ રહ્યું છે. તો આ બાબતે વડગામ આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી આવા મેડિકલની દુકાનો પર કાયદેસરની કાર્યવાહી કરવા જન માંગ ઊઠવા પામી છે.

Download Our B K News Today App



Related News