દિયોદરના ડુચકવાડા ગામે સરકારી દવાનો જથ્થો રસ્તામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 11:27:10
  • Views : 437
  • Modified Date : 2019-11-26 11:27:10

દિયોદર તાલુકાના ડુચકવાડા ગામની સીમમાં રસ્તા ઉપર જાહેરમાં દવાઓનો જથ્થો મળી આવતા ગમે ત્યારે જો બાળક ખાવાની ટેબ્લેટ સમજીને જો ખાઈ જાય તો બાળકો ઉપર ગંભીર ખતરો ગણાવ્યો હતો અને તાત્કાલીક કસુરવાર સામે પગલાં ભરવા માટે લેખીતમાં આરોગ્ય વિભાગમાં જાણ થતાં આરોગ્ય વિભાગ ડુચકવાડાનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને સરકારી દવાઓનો જથ્થો તાત્કાલિક રસ્તામાં થઈ ઉઠાવી નિકાલની તજવીજ તેમજ
પંચનામું કરીને કસુરવારો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી.  દિયોદરના ડુચકવાડા ગામેથી સરકારી દવાનો જથ્થો મળતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સરકારી દવા જે એક્સેપાયર થયા વગરની હોવા છતાં રસ્તામાં ફેંકીને રાજસ્વને નુકસાન પહોંચાડતા આરોગ્ય કર્મચારીઓ વિરોધમાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાય તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી હતી.

Download Our B K News Today App



Related News