સનસેટ મેડીકલ રિલીફ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ૧૮ વૃધ્ધાશ્રમમાં ૭૧૦ દાદા-દાદીને છેલ્લાં દસ વર્ષથી દવા-સારવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 11:31:49
  • Views : 420
  • Modified Date : 2020-04-26 11:31:49

 ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ તથા રાજભવન ખાતે ફરજ બજાવતા ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા સરકારી ફરજ પછીના વધારાના સમયમાં
સમાજોપયોગી પ્રવૃત્તિનો લાભ ગાંધીનગરથી ૭૫ કિમીની ત્રિજ્યામાં આવેલા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૮ વૃધ્ધાશ્રમ ખાતે રહેતા ૭૧૦ જેટલા દાદા-દાદીને છેલ્લાં દસ વર્ષમાં તબક્કાવાર દર બે મહિને આયોજીત કુલ ૮૧૫ જેટલા કેમ્પમાં આપવામાં આવ્યો. વૃધ્ધાશ્રમ ખાતે કાયમ અને રેગ્યુલર દવા લેવાની જરૂર હોય તેવા રોગો ધરાવતા દાદા-દાદીને સતત આ રોગોની દવાઓ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દરેકને જરૂરી ઓપીડીને લગતી દવાઓ તથા આ ઉંમરે જરૂરી કેલ્શીયમ, વિટામિન, વિકસ બામ, દુઃખાવાની ટયુબો, વાઢિયાનો મલમ વગેરે પણ પુરા પાડવામાં આવે છે. આ ઉપરાંત જરૂરી વ્હીલચેર, વોકર, ઘોડી વગેરે પુરા પાડવામાં આવે છે. તમામ કામગીરી ડોનેશનથી મળેલ નાણાંથી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે. કેમ્પની કામગીરીમાં સંકળાયેલા તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તથા એડમિનિસ્ટ્રેશન ઓથોરિટીનો સતત ૧૦ વર્ષનો અવિરત પ્રયાસ ખરેખર અભિનંદનીય છે. આ ઉપરાંત તમામ દાતાઓના પણ અમો ખૂબ રૂણી છીએ. દર બે મહિને એટલે અંગ્રેજી કેલેન્ડરના બેકી મહિના એટલે ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓગસ્ટ, ઓકટોબર તથા ડિસેમ્બરમાં દરેક કેમ્પના પ્લાનિંગ કરેલા છે, ઉપર જણાવેલ પ્રોગ્રેસીવ કામગીરી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીની છે. ૨૨-૦૪-૨૦૧૦ થી ચાલુ કરેલ આ સફર ૨૨-૦૪-૨૦૨૦ ના રોજ સતત, અવિરત અને નિરંતર ચાલી એક દાયકો પૂર્ણ કરી ચૂકી છે.આમ તો દરેક વખતે તમામ દાદા-દાદીને કાયમી લેવી પડે તેવી દવાઓ બે મહિનાના રેગ્યુલર ડોઝ ઉપરાંત ૨-૩ સ્ટ્રીપ વધારાની આપવામાં આવે છે, જેથી આકસ્મિક સંજોગોમાં દવાઓમાં તુટ ના
પડે. હાલની કોરોના મહામારી અંતર્ગતની લોકડાઉનની
પરિસ્થિતિમાં ચાલુ એપ્રિલ તેમજ આગામી જૂન ૨૦૨૦ ના કેમ્પ ટેમ્પરરી ધોરણે સ્થગિત રાખી તમામ
દાદા-દાદીના કેસ ફાઇલના આધારે તમામ દવાઓના પેકેટ બનાવી જે તે વૃધ્ધાશ્રમોમાં
પહોંચાડવા એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. બાદમાં ઓગસ્ટ મહિનાથી આગામી પરિસ્થિતિ તેમજ સરકાર તરફથી મળવામાં આવનાર આદેશ અનુસાર જરૂરી કામગીરી કરવામાં આવશે. આ તમામ કેમ્પની કામગીરી ડો.શશાંક સિપ્પી, ડો. પરેશ ગજ્જર, ડો.વિનયકુમાર, વયનિવૃત ડો.આર.એચ.ચૌહાણ, ડો.જે.જે.પરમાર, યોગેશભાઈ ગાંધી તથા શાંતિભાઈ મેકવાન તથા સ્ટાફ બ્રધર રોહિત નાયી, વિશાલ ત્રિવેદી, સચિન પટેલ, હાકમસિંહ, મિતેશ પટેલ,
પાર્થ, દર્શન વગેરે દ્વારા કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News