દશરથ ગામે ઝડપાયેલા હેરોઇન કેસમાં પંજાબ કનેક્શન સામે આવ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 16:18:10
  • Views : 78
  • Modified Date : 2023-10-07 16:18:10

વડોદરા SOGએ દશરથ ગામે દરોડો પાડીને 103 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતુ.ત્યારે ઝડપાયેલા હેરોઇન કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આરોપી કુલદીપસિંહ પંજાબના ડ્રગ્સ સપ્લાયર પીલ્લુ પાસેથી હેરોઇનનો જથ્થો લાવતો હોવાનો ખુલાસો થયો છે, પોલીસે સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.વડોદરાના દશરથ ગામે રૂપિયા 5.15 લાખના હેરોઈન સાથે પોલીસે પંજાબના 47 વર્ષીય કુલદીપસિંગ રંધાવાની અટકાયત કરી છે. કુલદીપસિંગ પંજાબથી હેરોઈન લાવીને પાછલા બે મહિનાથી વડોદરામાં કેટલાક લોકોને વેચાણ કરતો હતો.વડોદરા SOGએ ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.જેમાં મોટા ખુલાસા થયા છે. આરોપી સુખરાજ બિરસિંધ ભટ્ટી સાથે મળીને વડોદરામાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સ વેચવાની શરૂઆત કરી હતી.SOGએ રૂપિયા 5.15 લાખના હેરોઇન સહિત કુલ રૂપિયા 67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છાણી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પંજાબથી વડોદરા સુધી પથરાયેલા હેરોઇનના નેટવર્કને નાથવા તપાસ તેજ કરી છે. કુલદીપસિંહ પંજાબથી હેરોઈન લાવીને પાછલા બે મહિનાથી વડોદરામાં કેટલાક લોકોને વેચાણ કરતો હતો.

Download Our B K News Today App



Related News