વસ્ત્રાપુર વિસ્તારમાં ઓફિસ ભાડે રાખી પચાવી પાડવાના ગુનામાં દશરથ પટેલ અને રમણ પટેલની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 15:19:16
  • Views : 1022
  • Modified Date : 2020-11-04 15:19:16

           પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ અને દશરથ પટેલની જેલમાંથી વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં આવેલી ગુંજન પેઇન્ટ્સના માલિકની ઓફિસ ભાડે રાખીને પચાવી પાડવાના ગુનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતા. સમગ્ર પ્રકરણમાં રમણ પટેલ અને દશરથ પટેલે બેન્કેને ખોટી વિગત આપીને ગુનો કર્યો હોવાનું સામે આવ્યું હતું, બન્ને આરોપીની જેલમાંથી કસ્ટડી મેળવી પોલીસે બન્નેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જણાવ્યું હતું કે ગોવિંદભાઈ ડાહ્યાભાઈ બારોટ જે સિનિયર સિટિઝન છે. જેમણે પોતાની ન્યૂયોર્ક ટાવરમાં આવેલી ઓફીસ 2010માં દશરથભાઈ પટેલ અને રમણભાઈ પટેલને ભાડેથી આપી હતી. તેમણે પોતાનો ભાડા કરાર ખતમ થઇ ગયા પછી પણ બેન્કમાં એવી ખોટી માહિતી આપી હતી કે અમે લાંબા સમય સુધી ભાડે રાખી હોય દુકાન પર કોઇ બોજો આપવો નહીં. એવી ખોટી માહિતી બેન્કને આપી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા છે. જેમાં એક ગુનામાં તેઓ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે, બીજા ગુનામાં આજે કબ્જો લેવામાં આવ્યો છે અને ત્રીજા ગુનાની તપાસ ચાલી રહી છે.પોપ્યુલર ગ્રુપના રમણ પટેલ અને દશરથ પટેલની વધુ એક કેસમાં ધરપકડ થયા બાદ તેમને વસ્ત્રપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. જ્યારે તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તેઓ મીડિયાને જઇનો છૂપાઈ રહ્યાં હતા અને બે વખત PIની ચેમ્બરમાં ઘુસી ગયા હતા.

Download Our B K News Today App



Related News