ડીસા તાલુકાની દશાનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકને સર ફાઉન્ડેશન સોલાપુર દ્વારા નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 12:06:35
  • Views : 233
  • Modified Date : 2021-11-24 12:06:35

સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે તેવા સમયે શિક્ષણમાં અનેક વખતે નવતર પ્રયોગોનું કાર્ય થતું રહ્યું છે ત્યારે વર્ષ 2006માં સ્થાપના થયેલ state ઇનોવેશન એન્ડ રીઝલ્ટ ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સ ની પસંદગી કરવામાં આવે છે વર્ષે દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના 10 ઈનોવેટીવ શિક્ષક મિત્રોનો સર ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ 2021 માં ભાગ લઇ દેશમાંથી આવેલ ઇનોવેટિવ શિક્ષક મિત્રોના નવતર પ્રયોગો જાણવાનો એક અનેરો અવસર પ્રદાન થયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની દશાનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક સમોચા અનિલ કુમાર મફતલાલના ઇનોવેશનની પસંદગી થતા સર ફાઉન્ડેશન સોલાપુર દ્વારા નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માન કરતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. જેથી ડીસા તાલુકાના આગેવાનોએ તેમનો સન્માન કર્યું હતું

Download Our B K News Today App



Related News