થરાદના શેણલનગર સોસાયટી પાસે આવેલ દશામાનું ભવ્ય મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 12:02:13
  • Views : 1269
  • Modified Date : 2019-08-03 12:02:13

રાદ શ્રાવણ માસની એકમના દિવસની શરૂઆત થતાં થરાદના  શેણલ નગર સોસાયટી રાજપૂત વાસમાં આવેલા શેણલ માતાના મંદિરની બાજુમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરની અંદર  શ્રાવણ માસના એકમના દિવસે દશામાની ભવ્ય સાત ફૂટની મૂર્તિની બનાવવામાં આવેલી છે. જ્યાં આ સાત ફૂટની દશામાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. દશામાના મંદિરની અંદર દશામાના દસ દિવસ  દિવસે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમજ દસ દિવસ દશામાની પૂજા અર્ચના અને આરતી પૂજારી કિરતીલાલ દવે દ્વારા કરવામાં આવે છે.   દશામાના મંદિરની અંદર વાવની વ્યવસ્થા કરવામાં આવી છે. દશામાના દસ દિવસના વ્રત  પૂર્ણ થયા બાદ દશામાની સાંઢડી પધરાવવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દશામાના ટ્રસ્ટીઓ દ્વારા દસ દિવસ સુધી આવતા શ્રદ્ધાળુઓ માટે
ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. દસ દિવસ
પૂર્ણ થયા બાદ તમામ દશામાના વ્રત કરતી મહિલાઓ અને
પુરુષોને દસમાની  સાંઢડી
પધરાવામાટે દશામાં મંદિરમાં વાવની અંદર આવી અને
પધરાવે છે.
અનેક મહિલાઓ દ્વારા દશામાની  સાંઢડી અનેક જગ્યામાં પધરાવામાં આવતી હોય છે.  તો  મૂર્તિનું સન્માન જળવાઈ રહે તેના માટે દરેક ભક્તોએ દશામાના મંદિરમાં વાવ  બનાવવામાં આવેલ છે તેમાં મંદિરમાં સાંઢડી પધરાવવા આવવું. દશામાની સાંઢડી પંડિત દ્વારા પૂજા કરી અને
પધરાવવામાં આવે છે.
શેણલ માતાના મંદિરની બાજુમાં દશામાનું મંદિર,  ચામુંડા માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર અન્ય પણ માતાના મંદિર આવેલા છે. નવું ધરણીધર ભગવાનનું મંદિર અને નવું શિવ શંકરનું મંદિર બનાવમાં અવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News