આગથળા પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 12:08:06
  • Views : 420
  • Modified Date : 2020-10-17 12:08:06

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ચોરીછુપે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ક્યાંક બાતમી કે પછી પેટ્રોલીંગ વખતે આ વિદેશી દારૂ પકડાતો હોય છે. જેનો સમયાંતરે નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે આગથળા પોલીસ સ્ટેશનમાં કુલ ૬૨ ગુનામાં ૨૪૬૨૪ બોટલો પકડવામાં આવી હતી, જેની કિં.રૂ. ૩૨,૪૨,૧૭૫/- થાય. તે દારૂનો આગથળા પોલીસ દ્વારા જુના પોલીસ સ્ટેશનની જગ્યામાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી. એન. જાડેજા સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News