પાલનપુરમાં લોક ડાઉનના સમયમાં દારૂની રેલમછેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-20 12:09:54
  • Views : 990
  • Modified Date : 2020-07-20 12:09:54

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની ખુલ્લેઆમ રેલમછેલ થઇ રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પાલનપુર શહેરમાં અને ડીસામાં તારીખ ૧૦-૦૭-૨૦૨૦ થી તા.૨૦-૦૭-૨૦૨૦વધતા જતા કોરોના સંક્રમણને કારણે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે  દ્વારા જાહેરનામું બહાર
પાડવામાં આવી છે. જેમાં સવારના ૮ થી ૪ વાગ્યા સુધીના સમયમાં ધંધા-રોજગાર ચાલુ રાખી શકે છે જ્યારે ૪ વાગ્યા
પછી તમામ ધંધા-રોજગાર બંધ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે
પાલનપુર શહેરમાં લોક ડાઉનના સમયમાં દારૂ અને જુગાર જેવા  ગેરકાયદેસર પ્રવત્તિઓ બંધ થતી નથી અને મીડિયાના અહેવાલ સમક્ષ પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં એક મહિલા દારૂની ધૂત હાલતમાં દારૂ પીધેલ હાલતમાં નજરે જોવા મળી હતી. જ્યારે જોવાનું રહ્યું કે પોલીસ આ દારૂના અડ્ડા  દારૂનું વેચાણ કરવામાં આવે છે. તેનાથી એ અજાણ છે કે શું કેમ જ્યારે શહેરના જાહેર માર્ગ પર મહિલા દારૂની પીધેલ  ધૂત હાલતમાં હેરાફેરી કરી રહી છે. ત્યારે
પોલીસ તંત્રની  ઘોર બેદરકારી અને હોય તેવું પણ નજર સામે આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ  સાંગલે  દ્વારા આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અને આવા ગેરકાયદેસર ચાલતા દારૂના બંધ કરવામાં આવે તેવી મીડિયા દ્વારા રજૂઆત.

Download Our B K News Today App



Related News