સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂ સાથે બે ઇસમોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 11:08:36
  • Views : 495
  • Modified Date : 2019-07-18 11:08:36

પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા નાયબ પોલીસ અધિક્ષક  રૂષિકેશ ઉપાધ્યાયના પ્રોહીબિશનની પ્રવૃત્તી તથા હેરાફેરી કરતા ઇસમોને સદંતર બંધ કરવાની સુચના આધારે અમલવારી કરવા સારૂ 
પો.ઇન્સ. એમ.જે.ચૌધરીનાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.ઇન્સ. એમ.જે.ચૌધરી, એ.એસ.આઈ. પરેશભાઈ, દેવાભાઇ,  તુલસીભાઇ,  વિષ્ણુભાઇ, ઇશ્વરભાઇનાઓ બાતમી હકીકત આધારે કંસારી ટોલનાકા પાસે નાકાબંધી દરમ્યાન સ્કોડા ગાડી નં. આર.જે. ૧૪ સી.એફ. ૦૦૧૭ માંથી ગે.કા. અને વગર પાસ
પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની છુટી કુલ બોટલો નંગ- ૭૬૭ કિં.રૂ. ૩,૮૩,૫૦૦/-નો રાખી હેરા ફેરી કરતા સ્કોડા ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૨ કિં.રૂ. ૬૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ. ૬,૮૯,૫૦૦/- નો રાખી ભવરસીંગ  ઓમસીંગ બહાદુરસીંગ શેખાવત (રહે. ૪૪ બાગવાલી ઢાણી,  હાથોજ તા.જી. જયપુર (રાજસ્થાન) તથા અવનીશ રોહતાસ
ભુપસીંગ ચમાર (રહે. લીઝવાના (ખુર્દ)  તા. જુલાણા જી. ઝીન્દ (હરીયાણા) વાળાઓ પકડાઇ જતા તેઓના વિરૂધ્ધમા ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહીબિશન એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News