થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:59:05
  • Views : 548
  • Modified Date : 2019-07-18 10:59:05

થરાદ પોલીસ મથકના
પી.એસ.આઇ. કે.જી.પરમાર તથા કર્મચારીઓ એ.એસ.આઇ. વિજયભાઇ કરશનભાઇ, ભરતભાઇ કેશાભાઇ, વર્ધાજી પીરાજી સહિત સ્ટાફને રાજસ્થાનથી એક કાર દારૂ ભરીને આવતી હોવાની ખાનગી બાતમી મળતાં પોલીસે ચુડમેર પુલ પાસે નાકાબંધી કરી વાચ ગોઠવી હતી. દરમ્યાન જીજે ૨ આર ૪૦૧૦ નંબરની કાર આવતાં તેને ઉભી રાખવા ઇશારો કરતાં ચાલકે કાર ભગાવી હતી. દરમ્યાન કારનું ટાયર ફાટતાં તે કેનાલની સાઇડમાં ઉતરતાં તેમાંથી  ઉતરીને ભાગવા જતાં એક નાસી છુટ્યો હતો. જ્યારે ભાવાભાઇ જયંતિભાઇ વાઘેલા (રહે.સનેસડા તા.ભાભર)
પકડાઇ જવા પામ્યો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાં ૧૯ પેટીમાં રહેલો ૯૧૨ બોટલ કિંમત રૂપીયા ૯૧૨૦૦નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારની કિંમત રૂપિયા ૩૦હજાર તથા દારૂ મળીને ૧૩૧૨૦૦નો મુદ્દામાલ કબજે લઇ દારૂ કયાંથી આવતો હતો અને ક્યાં લઇ જવાતો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી. મંગળવારની સાંજના સુમારે આ બનાવ બનતાં બહોળી સંખ્યામાં લોકો તમાશો જોવા એકઠા થવા પામ્યાં હતાં.

Download Our B K News Today App



Related News