રાધનપુર વિઠ્ઠલનગર-૨ માંથી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:45:23
  • Views : 433
  • Modified Date : 2019-10-20 10:45:23

રાધનપુર વિધાનસભાની ચૂંટણી અનુસંધાને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં દારૂની હેરાફેરી કે અન્ય કોઇ ગે.કા. પ્રવૃતિ થાય નહી અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે પાટણ જિલ્લા
પોલીસવડાના આદેશથી એલ.સી.બી.ની ટીમના માણસો રાધનપુર ટાઉન વિસ્તારમાં
પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળેલ કે રાધનપુર
વિઠ્ઠલનગર-૨ સોસાયટીમાં પ્લોટ નં.૦૧ માં રહેતાં ઠાકોર વિરચંદભાઇ ઉર્ફે નાનકાભાઇ હરિભાઇ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી ગે.કા. વેચાણ કરે છે. જે હકીકત આધારે રેઇડ કરતાં ઠાકોર વિરચંદભાઇ રહેણાંક ઘરમાં લોખંડના પીપમાં તેમજ ઘરની પાછળ આવેલ ગેલેરીમાં જમીનમાં માટી નીચે
દાટેલ પ્લાÂસ્ટકના કેરબાઓમાં ભારતીય બનાવટના
વિદેશી દારૂની અલગ અલગ
બ્રાન્ડની નાની મોટી બોટલો મળી કુલ નંગ-૮૦ કિં.રૂ.૧૫,૪૧૦ મળી
આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી જેલના હવાલે
કર્યો હતો.

Download Our B K News Today App



Related News