અધગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી થરા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 11:58:54
  • Views : 500
  • Modified Date : 2019-09-30 11:58:54

અજીત રાજીયાણ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુરનાઓની સુચના તથા  પી.એચ.ચૌધરી પો.અધિક્ષક દિયોદર, વિભાગ દિયોદરનાઓના માગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરતા થરા પો.સ્ટે.ના પો.સ.ઇ. એચ.એન.પટેલ,  એ.એસ.આઇ. મગનભાઇ ભુરાભાઇ, જયંતિકુમાર ધર્માભાઇ, મલાભાઇ રામાભાઇ, જીતેન્દ્રકુમાર રાજાભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે પો.સ.ઇ.ને મળેલ બાતમી હકીકત આધારે (૧) ભરતજી દયારામ ઠાકોર રહે.અસાણા, તા.ભાભર, જી.બનાસકાંઠા તથા (૨) મહેન્દ્રસિંહ બચુભા વાઘેલા રહે.વડા તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાઓએ એકબીજાના મીલાપીપણાથી તેમના કબ્જા હેઠળની સ્વીફ્‌ટ કાર ગાડી નંબર જીજે ૧ કેડી ૩૪૭૪ માં ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયરટીન મળી કુલ નંગ.૧૭૫૨ કિં.રૂ.૧,૭૫,૨૦૦/- નો સ્વીફ્‌ટ કાર ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦/-   ભરી હેરાફેરી કરતાં તેમની પાસેના મોબાઇલ ફોન નંગ ૨ કિં.રૂ.૧૦૦૦/- એમ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૪,૭૬,૨૦૦/- સાથે પકડાઇ ગયેલ હોઇ મજકૂર વિરૂધ્ધ  પ્રોહી એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News