ડીસાના ટેટોડા ગામના ખેતરમાં વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:42:51
  • Views : 798
  • Modified Date : 2019-06-13 11:42:51

ડીસા તાલુકાના ટેટોડા ગામના ખેતરમાં આવેલ ઓરડીમાંથી એલસીબી અને તાલુકા પોલીસે ૩ લાખ ૩૦ હજારનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. જેમાં એક મોબાઈલ અને કુલ ૩,૪૦,૫૦૦ રૂપિયાનો મુદામાલ ઝડપી લીધો હતો.
પોલીસે બે લોકોની અટકાયત કરી હતી. જોકે આ દારૂ
પંજાબથી લાવ્યા હોવાનું માલુમ પડતા કુલ ૮ શખ્સો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી.
સરહદી પંથક ગણાતા બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સહિત આસપાસના અન્ય રાજ્યમાંથી વિપુલ પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે ડીસાના ટેટોડા ગામના ખેતરની ઓરડીમાં દારૂ પડયો હોવાની  અંગત બાતમી મળતા એલ.સી.બી. પોલીસ તથા ડીસા તાલુકા પોલીસે રેડ કરી હતી. આ દરમ્યાન ઘટના સ્થળેથી વિદેશી દારૂની ૮૯ પેટીઓ મળી આવી હતી. પોલીસે ૩,૩૦,૦૦૦ નો વિદેશી દારૂ સાથે મોબાઈલ અને કુલ ૩,૪૦,૫૦૦નો મુદામાલ કબ્જે લેવાયો હતો. જોકે આ દારૂ પંજાબથી મોકલ્યો હોવાનું બહાર આવતા ટેટોડા ખાતે રહેતા કરમશીભાઈ ખેમાભાઈ ચૌધરી તથા ભૂરાભાઈ માનાભાઈ ચૌધરીને પોલીસે ઝડપી લઈ કુલ આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News