ડીસા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડતી એલ.સી.બી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 11:12:40
  • Views : 623
  • Modified Date : 2019-07-14 11:12:40

ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ઈકો ગાડી એલ.સી.બી. બનાસકાંઠાએ પકડી પાડી હતી.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે   જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા  પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા  એ.એ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.  મોહનસિંહ, એ.એસ.આઇ. ખુમાનસિંહ, એ.એસ.આઇ રણજીતસિંહ, પીસી દિલીપસિંહની ટીમ ડીસા રૂરલ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન નાના સમૌ તરફથી એક ઈકો ગાડી આવતા આડશ કરી ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતાં ગાડી ઉભી રાખતા કોર્ડન કરી ચાલકને પકડી પાડી તેનું નામઠામ
પુછતા વિક્રમજી નાગજીજી મકવાણા (ઠાકોર) રહે જોરાપુરા (સમૌ) તાલુકો - ડીસા વાળાની ઇકો ગાડી નંબર જોતા જીજે ૦૮ સીએ - ૦૪૦૬ માં વગર પાસ પરમીટે ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઓફિસર ચોઈસની તથા હેવડ્‌ર્સ ૫૦૦૦ ટીન બિયરની કુલ બોટલો નંગ-૩૧૨ કિં.રૂ.૩૧,૨૦૦/- તથા ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદૃમાલ કિં.રૂ. ૨,૩૧,૨૦૦/  - નો મળી આવેલ તથા અન્ય બે આરોપી જાલમસિંગ દેવીસિંગ જાદવ અને મંગલસિંગ દેવીસિંગ જાદવ રહે- વેળાવાપુરા તાલુકો ડીસા વાળાઓએ માલ ભરાવેલ હોય જેની વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પો.સ્ટે. પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News