વાહન ચેકિંગ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ભીલડી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 11:49:57
  • Views : 669
  • Modified Date : 2019-10-26 11:49:57

બનાસકાઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર  દુગ્ગલ, નાયબ પોલીસ અધિક્ષક
પી.એચ.ચૌધરી,  દિયોદર તથા સર્કલ   શિહોરી દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સૂચના
આપેલ હોય. જે અન્વયે  તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ  એસ.વી. આહિર ભીલડી,  શૈલેષભાઇ,  અરજણભાઇ, ખુમાભાઇ ભીલડી વાહન ચેકિંગ દરમિયાન વાહનોની કતારમાં એક ટેમ્પો નં-ઇત્ન-૩૯-ય્છ-૧૨૧૯ નો ચાલક ટેમ્પો મુકી જતો રહેલ. જેની ભીલડી
પોલીસના માણસોએ પંચો સાથે રાખી તપાસ કરતા ટેમ્પોમાં
પાછળના ભાગ એક ચારફુટ લાંબુ, ત્રણ ફુટ ઉચી સિમેન્ટથી ચણતર કરલ બોક્ષ જે અંદરથી પોલુ મળી આવતા જેને કાણું
પાડી જોતા અંદર  વિદેશી  દારૂની પેટીઓ ભરેલ હોઇ જે ટમ્પો લાવી જેમાથી સિમેન્ટનું બોક્ષ તોડી જોતા જેમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની પેટીઓ નંગ-૮૦ તથા છુટક બોટલો નંગ ૫૭ની એમ કુલ બોટલો નંગ-૧૦૧૭ ની ૭૫૦ એમ.એલ.ની જેની  કુલ કિંમત રૂ-૫૦૮,૫૦૦/-નો ગણી કબ્જે કરેલ.  મોબાઇલ ફોન ૦૧ જેની  કિં.રૂ-૩૦૦૦/-નો તથા સિમેન્ટના ચણતરમાં સપોર્ટ તરીકે રાખેલ પતરા કુલ નંગ-૦૪ કિંમત રૂ-૪૦૦/-ના તથા સદરે ટેમ્પો ૯૦૯ ઇ.
એક્ષ ટરબો નં-ઇત્ન-૩૯-ય્છ ૧૨૧૯નો કિં.રૂ.૨,૦૦,૦૦૦/-નો ગણી એમ કુલ મદ્દામાલ
રૂ-૭,૧૧,૯૦૦/-નો ગણી કબ્જે કરેલ અને જે ટેમ્પો ચાલક રોડ ઉપર વચ્ચે વાહનોની કતારમાં પોલીસ વાહન ચેકિંગની આ કાર્યવાહી  જોઇ ઉપરોક્ત મદ્દામાલ ભરેલ ટેમ્પો મુકી જતો રહી ગુનો કરેલ હોઇ જે બાબતે ભીલડી પોલીસ સ્ટેશને  કાયદેસરની કાર્યવાહી  કરેલ છે.

Download Our B K News Today App



Related News