ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂ પકડતી ડીસા દક્ષિણ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 12:05:05
  • Views : 648
  • Modified Date : 2019-08-18 12:05:05

ડીસા પાલનપુર હાઇવે, વેલુનગરના નાકે આવેલ હનુમાનજીના મંદિર આગળ રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન એક બોલેરો ડીઆઈ ટર્બો પ્લસ નં. જીજે ૧૭ એન ૫૫૫૯ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્કાની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૨૬૭ કુલ કિં.રૂ ૩૮,૧૫૦/- તથા મોબાઇલ કિં.રૂ ૨૦૦૦/- મળી આવતા પ્રોહી મુદ્દામાલ તથા ગાડી કિં.રૂ. ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૪,૪૦,૧૫૦/- (ચાર લાખ ચાલીસ હજાર એકસો પચાસ) નો મુદ્દામાલ ડીસા શહેર દક્ષિણ પોલીસે પકડી પાડયો હતો.
પ્રદિપ સેજુલ પોલીસ અધિક્ષક પાલનપુર બનાસકાંઠા નાઓએ જિલ્લામાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સારૂ આપેલ સૂચનાઓ લગત તેમજ ના.
પો.અધિ  એ.આર.જનકાન્ત ડીસા વિભાગ ડીસાનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.  એસ.બી.શર્મા,  બી.જે.ચાવડા,  આર.કે.વાણીયા, નરપતસિંહ શીવુભા, કિરીટસિંહ ભુપતસિંહ, રઘુજી અનોપજી, આદિલમહંમદ અબ્દુલ રઝાક તથા દિનેશજી મેરૂજીનાઓએ વાહન ચેકિંગ દરમ્યાન એક બોલેરો ગાડી ડીઆઈ ટર્બો પ્લસ નં. જીજે ૧૭ એન ૫૫૫૯માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્કાની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૨૬૭ કુલ કિં.રૂ ૩૮,૧૫૦/- તથા મોબાઇલ કિં.રૂ ૨૦૦૦/- મળી આવતા પ્રોહી મુદ્દામાલ તથા ગાડી કિં.રૂ. ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) મળી કુલ મુદ્દામાલ કિં.રૂ ૪,૪૦,૧૫૦/- (ચાર લાખ ચાલીસ હજાર એકસો પચાસ) નો મુદ્દામાલ મુકી તેના ચાલક નાસી ગયેલ હોય ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરી બોલેરો ગાડી ડીઆઈ ટર્બો પ્લસ નં. જીજે ૧૭ એન ૫૫૫૯ ના ચાલકના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News