વિદેશી દારૂ પકડી પાડતી શિહોરી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:50:48
  • Views : 444
  • Modified Date : 2019-10-20 10:50:48

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા તથા ના.પો. અધિ. પી.એચ.ચૌધરી દિયોદર વિભાગ,  વાય.એમ.મિસ્રા સર્કલ
પો.ઇન્સ શિહોરીનાઓએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  એમ.બી.દેવડા પો.સબ.ઇન્સ. શિહોરી તથા અ.હેડ.કોન્સ રણજીતસિંહ ભૂપતસિંહ, વાદનજી ભારાજી, હરદાસભાઈ ભરમોલભાઈ, સાગરભાઈ વેરશીભાઈ, ભોજુભા રણધીરસિંહ, ગોબરભાઈ ડામરાભાઈ શિહોરી પો.સ્ટે. ના માણસો સાથે પોસ્ટ વિસ્તારમાં
પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી હક્કિત આધારે શિહોરી પો.સ્ટે. વિસ્તારના કમ્બોઈ ગામની સીમમાંથી વિશાલસિંહ રમેશસિંહ સોલંકી, વિજાજી
પોપટજી સોલંકી રહે બંને.કંબોઈ તા.કાંકરેજ વાળા એકબીજાના મેળાપી પણાંથી વાયડ વાળી વાટ ઉપર પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે સે જે હકકિત આધારે સદરે જગ્યાએ પંચો સાથે રેડ કરતા વિજાજી પોપટજી સોલંકીના ઘરમાંથી પર પ્રાંતીય ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ.૧૮૬ કી. રૂ.૧૮,૬૦૦/- નો મળી આવેલ હોઈ તેમજ
ઉપરોકત બને જના ઘરે હાજર મળી આવેલ ન હોઈ  જેથી બને વિરુદ્ધ શિહોરી પો.સ્ટે. પ્રોહીબીશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Download Our B K News Today App



Related News