ધાનેરાના રેલનદીના પુલ પાસેથી અડધા લાખના દારૂની કાર સાથે બે ઇસમની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 13:34:40
  • Views : 747
  • Modified Date : 2019-06-04 13:34:40

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતેનાબુદ કરવા સુચના આપેલ જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, મનોહરસિંહ, અરજણાજી, ગોવિંદભાઇ, રવિકુમાર, જશવંતસિંહ, પ્રકાશભાઇ, વગેરે પોલીસ સ્ટાફ સાથે ધાનેરાના રેલનદીના પુલ નજીક આવેલ ચોકી પાસે સધન વાહન ચેકિંગમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી હુન્ડાઇ વરના ગાડી નં. ડી.એલ. ૮ સીએએસ -૩૯૧૮ વાળાને ઉભી રખાવી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૦૭ કિ.રૂ. ૫૧,૧૦૦ તથા હુન્ડાઇ વરના ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૫૦૦૦ નો મળી કુલ મુદામાલ ૩,૫૬,૧૦૦  નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ ગાડીના ચાલક નારણલાલ કસ્તુરારામજી પાતાજી નાઇ રહે. ચુરા તા. બાગથરા જી.જાલોર(રાજસ્થાન) હાલ રહે. સેહરીગરીબ આવાસ યોજના  ઓઢવ ઓપ્પ આશિષ સિનેમા, અમદાવાદ તથા સુરેશકુમાર ગુમાનારામ ગોકળારામ વિશ્નોઇ રહે. વરણવા તા. ચીતલવાણા જી.જાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Download Our B K News Today App



Related News