ધાનેરા યાવરપુરા ગામે રહેણાંકના મકાનમાંથી ૩૬ હજારનો દારૂ પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:52:32
  • Views : 521
  • Modified Date : 2019-04-14 06:52:32

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદે લોકસભાની ચૂંટણીને લઇને દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સુચના આપેલ. જેથી ધાનેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ ધાનેરા તથા નારણભાઇ,  હરગોવનભાઇ, અરજણાજી, વિજયસિંહ, ગોવિંદભાઇ, ઇશ્વરભાઇ, રમેશભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતાં યાવરપુરા (ખેડા) ગામે રહેતા ભુરાભાઇ વણાજી પરમાર(ઠાકોર) વાળાના રહેણાંક ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયરની પેટી નંગ-૧૪ બોટલ/ટીન નંગ-૩૬૦ કિ.રૂ. ૩૬,૦૦૦/ - નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News