ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તેમજ ટ્રાફિક પોલીસે ઇંગ્લીશ દારૂની ગાડી પકડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:20:50
  • Views : 495
  • Modified Date : 2019-06-03 12:20:50

બ.કાં પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ તેમજ ડીસા  તથા પાલનપુર શહેરમાં દારૂ તથા જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરાવવાની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગની સુચનાના આધારે ગતરોજ પી.સી.આર વાનમાં આર.આર.શર્મા સહિતના માણસો તથા ડી.કે.બ્રહભટ્ટ પો.સ.ઇ ડીસા ટ્રાફિક શાખા તથા તેમની સાથેના પો.સ્ટાફના માણસો કોમ્બીંગ ના.રા
દરમ્યાન ડીસા ગાયત્રી મંદિર ચાર રસ્તા વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ડીસા આખોલ ચાર રસ્તા નજીકથી એક ઇકો ગાડી પરપલ કલરની નંબર આર. જે.૨૪-સી.એ.૨૫૮૪
શંકાસ્પદ હાલતમાં મળી આવતા  તેને ઉભી રાખવા માટે ઇશારો કરતા તેના ડ્રાઈવરે પાલનપુર તરફ ગાડી ભગાવી નાખેલ.જેનો પીછો કરી ગાડી પકડી પાડતા ઇકો ગાડી નંબર આર.જે.૨૪ સી.એ.૨૫૮૪ ની ડ્રાઈવર સીટ ઉપર (૧) પ્રવિણસિંહ બાબુસીગ રાજપૂત (ઉ.વ.૨૨ ધંધો.મજૂરી, રહે.તાવીદર, તા.રાનીવાડા જી.જાલોર,રાજ) (૨)તનસીંગ અર્જુનસીંગ જાતે રાજપૂત( ઉ.વ.૨૨ ધંધો.મજૂરી, રહે.તાવીદર, તા.રાનીવાડા, જી.જાલોર, રાજ) (૩) શ્રવણસીંગ કલ્યાણસીંગ (જાતે. કાબાવત, ઉ.વ.૨૨, ધંધો-મજૂરી, રહે.રામસીન, તા.જસવંતપુરા, જી.જાલોર,
રાજ) વાળા મળી ઇકો ગાડી ચેક કરતા તેમાંથી ભારતીય
બનાવટની (૧)હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર પેટી
નંગ - ૧૦ કુલ બોટલ
નંગ-૨૪૦ કે જેની કુલ કી.રૂ- ૨૪૦૦૦/- તથા છુટક બીયર ટીન ૨૦ નંગ કે જેની કુલ કી.રૂ- ૨૦૦૦/- કંપનીની બીયર ટીન બોટલો કુલ નંગ-૨૬૦ કે જેની કુલ કી.રૂ.  ૨૬,૦૦૦/- તથા ઇકો ગાડી કે જેની કુલ કી.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા બે મોબાઈલ કે જેની કુલ કી.રૂ-૮૦૦૦/- એમ કુલ મળી રૂપિયા ૧,૮૪,૦૦૦ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News