પાટનગરના સીમાડે જ સરકારને ગીફ્ટગૌચરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-15 11:47:31
  • Views : 380
  • Modified Date : 2020-03-15 11:47:31

ગાંધીનગર જિલ્લાના વલાદ ગામની ગૌચરની જમીનમાં બ્રાઇટ સ્કૂલની પાછળથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી
પાડવામાં આવી છે. રાજ્ય સરકારની દારૂબંધીની જોરશોરથી કરાતી જાહેરાત સામે પાટનગરમાંથી જ મળેલી આ ગીફ્ટ ગાંધીનગર એલસીબી - ૨ દ્વારા ત્રણ વાહન સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે.
ગાંધીનગર એલસીબી - ૨ના પીએસઆઈ પી.એન.
પઢિયાર અને પીએસઆઈ ડી.એ.રાઠોડ દ્વારા પોલીસ સ્ટાફની ટીમ બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાંધીનગર એલસીબી - ૨ દ્વારા વલાદ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વલાદ ગામની ગૌચરની જમીનમાં બ્રાઇટ સ્કૂલની
પાછળથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી. આ સ્થળેથી ભઠ્ઠીના સાધનો સાથે રૂપિયા ૬૩૦૦નો ૩૧૫ લીટર દેશી દારૂ અને ૧૧૨૦૦
રૂપિયાનો ૫૬૦૦ લીટર દારૂ ગાળવાનો વોશ પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત સફેદ એકટીવા જીજે ૦૧ પીએફ ૭૧૨૧, પેશન મોટર સાયકલ જીજે ૦૧ પીબી ૮૫૦૭ તેમજ સ્પલેન્ડર મોટર સાયકલ જીજે ૧૮ સીજે ૫૨૫૨ કબ્જે કરી કુલ રૂપિયા ૧, ૧૮, ૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ચાર આરોપી
પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ જાડેજા (રહે. ન્યુ ગણેશપુરા, રીંગરોડ ખેતરમાં, ગાંધીનગર) બહાદુરસિંહ એલ. જાડેજા (રહે. મહાજન વાસ, છારાનગર, સઈજપુર બોઘા, અમદાવાદ) સુરજ એચ. રાઠોડ (રહે. બ્રાઇટ સ્કૂલની સામે, ખેતરમાં, નાના ચીલોડા) અને મહેન્દ્રસિંહ હાકમસિંહ રાઠોડ (રહે. બ્રાઇટ સ્કૂલની સામે, ખેતરમાં, નાના ચીલોડા)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News