ધાનેરા પોલીસે અનાપુર પાસેથી દારૂ ભરેલ બે ગાડી ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 11:53:42
  • Views : 672
  • Modified Date : 2020-06-14 11:53:42

લોકડાઉન ખુલતાની સાથે જ દારૂની હેરાફેરી વધી જવા
પામી છે. તેમાં પણ ધાનેરા તાલુકાના નેનાવા, વાસણ, મોટીડુગડોલ, અનાપુર, છોટા વાછોલ, સોડાલ વગેરે ગામોની બાજુમાં રાજસ્થાન બોર્ડર ઉપર દારૂના ઠેકાઓ આવેલ છે જેથી આ ગામના રસ્તાઓ ઉપર દારૂની મોટા પ્રમાણમાં તસ્કરી થાય છે. ત્યારે પોલિસવડાની સુચનાથી ધાનેરા પોલીસના જવાનો અનાપુર ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં હતા. ત્યારે બે અલગ અલગ સમયે બે દારૂની ગાડીઓ ઝડપી પડી પાંચ ઇસમો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં રાજસ્થાન તરફથી આવતી ટાટા નેનો ગાડી નં. જીજે ૨૪કે ૨૮૪૫ ને અનાપુરછોટા ચેકપોસ્ટ ઉપર ઉભી રખાવવાનો ઇસારો કરતા તે ભાગ્યો હતો અને થોડે આગળ ગાડી ઉભી રાખીને ડ્રાઇવર ભાગી ગયેલ.
પરંતુ પોલીસે ગાડીની અંદર બેઠેલા ઇસમને પકડી પાડેલ અને ગાડીની તપાસ કરતા ગાડીના આગળના બોનટમાંથી વિદેશી દારૂની ૪૬ બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ નં-૪૬ કિં. ૨૭૮૪૫ તથા ગાડીની કિં. રૂ. ૧,૦૦,૦૦૦ અને મોબાઇલ એક કિં. ૧૦,૦૦૦ તેમ કુલ મળીને રૂ. ૧,૩૮,૮૪૫ ના મુદ્દામાલ સાથે મેહુલભાઇ પ્રવિણભાઇ પંચાલ રહે. મોઢેશ્વરી સોસાયટી, વેલુનગર
પાસે, ડીસા તેમજ ભાગી ગયેલ ભરતભાઇ ઠાકોર રહે. હવાઇ
પિલ્લર સામે, હિંગળાજ હોટલની પાછળ, ડીસા તેમજ દારૂ ભરાવનાર રાણીવાડા તાલુકાના વડગામ ગામનો દારૂના ઠેકાનો માલીક, જ્યારે મોડે ફરીથી રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્‌ટ કાર નં-   જીજે ૦૮ બીબી ૪૪૮૩ ને ઉભી રખાવવાની કોશિશ કરતા તે ગાડી ભગાડી મુક્તા પોલીસે પ્રાઇવેટ વાહનથી પીછો કરી અનાપુરગઢ પાસે પકડી પાડેલ અને તેમાં બેઠેલા બન્ને ઇસમોને પકડી ગાડીની
તપાસ કરતા ડેકીમાંથી દારૂની ૧૦ બોટલ મળી આવેલ જેની
કિં. ૧૦,૦૦૦ તથા ગાડીની
કિં. ૩,૫૦,૦૦૦ અને એક મોબાઇલ રૂ. ૫૦૦ તેમ મળીને રૂ. ૩,૬૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે બુટ્ટારસિંગ ઉર્ફે ગંગારસિંહ ભોપાલસિંહ સોલંકી રહે. રાજોડા મુળ રહે. ખીંમત તા. ધાનેરા તથા વેરસીભાઇ ખુમાભાઇ કોળી રહે. અનાપુરગઢ તા. ધાનેરા મુળ રહે. ધાનોલ તા. રાણીવાડા (રાજ.) વાળાઓને જેલના હવાલે કર્યા હતા.

Download Our B K News Today App



Related News