વિદેશી દારૂ ઝડપતી ભીલડી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 11:14:01
  • Views : 638
  • Modified Date : 2019-07-21 11:14:01

ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે સ્ટાફના માણસી નાકાબંધી કરી શંકાસ્પદ ગાડીઓનું ચેકિંગ કરતા હતા તેવામાં  ડીસા તરફથી આવી રહેલ, જીજે-૧૮-બીએફ-૨૨૬૧ને રોકવાનો ઈસારો કરતા ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકેલ. જેનો પીછો કરતા પાલડીની સીમમાં ડ્રાયવર ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. જયારે ગાડી નં. જીજે-૦૩-કેપી-૫૦૯૪ તે પણ દારૂ ભરીને આવતી હોવાની બાતમી મળતા તે ગાડી મુકીને પણ ડ્રાયવર ભાગી છુટેલ. આ બન્ને કારની ભાલડી પોલીસ સ્ટેશને લાવી તલાશી લેતા જુદા જુદા માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ ૧૭૭૬ જેની કિંમત રૂ.૩,૨૬,૦૦૦/- અને ગાડીની કિંમત ૫ાંચ લાખ એમ કુલ મળી ૮,૨૬,૦૦૦/-નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\

Download Our B K News Today App



Related News