ઢીમા ગામની સીમ પાસેથી વિદેશી દારૂ ભરેલ ફોર્ડ ફીયાસ્ટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 12:13:15
  • Views : 656
  • Modified Date : 2019-06-28 12:13:15

પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ બનાસકાંઠા પાલનપુર નાઓએ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સુચના કરતા તથા નાયબ પોલીસ અધિક્ષક 
પી.એચ. ચૌધરીની સુચના હેઠળ તથા જી.કે.જાડેજા, અમરસિંહ ભૂરસિંહ, દજાભાઇ રામસીભાઇ,  કિરણભાઇ હીરાજી પો.સ્ટાફના માણસો વાવ પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા.
દરમ્યાન ભોરોલ બાજુથી એક ફોર્ડફીયાસ્ટો ગાડી આવતા ઉભી રાખવા હાથથી ઇસારો કરતા ચાલકે ગાડી ઉભી રાખેલ. નહી ગાડીનો પીછો કરતા તખતપુર-ઢીમા રોડ ઉપર નર્મદા કેનાલ પાસે ગાડી મુકી ગાડીમાંના બંને ઇસમો નાસવા લાગેલ. જેનો
પીછો કરતા ચાલક ઇસમ ધનાભાઇ વિભાભાઇ રબારી ઉ.વ.૨૨ રહે.વડસમ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો પકડાઇ જઇ તથા નાગજીભાઇ રાણાભાઇ રબારી રહે.વડસમ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો નાશી ગયેલ અને સદરે ફોર્ડ ફીયાસ્ટો ગાડી ચાલકે તેમના હવાલાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ- ૪૪૫ કિ.રૂ. ૪૪,૫૦૦/- તથા ગાડીની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા ચાલક નો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૪૯,૫૦૦/- ના મુદ્દામાલ મળી આવેલ હોઇ ઉપરોકત ઇસમોએ ગુનો કરેલ હોઇ જેની  વિરૂધ્ધમાં વાવ
પો.સ્ટે. પ્રોહી.એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News