હારીજ અમરતપુરા વિસ્તારમાંથી કિં.રૂ.૫૬ હજારનો દારૂ ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 12:21:47
  • Views : 527
  • Modified Date : 2019-06-18 12:21:47

પાટણ જિલ્લાના હારીજના અમરતપુરા વિસ્તારમાં પોલીસે રેઇડ કરીને ૩૪૫ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. પરંતુ આરોપી ફરાર હોવાથી મળી આવેલ નહોતો.
પાટણ જિલ્લામાં દારૂ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા તેમજ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા કરેલ સૂચના આધારે હારીજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ
ઈન્સ્પેક્ટર એ.બી.ભટ્ટ તથા ખોડાજી, રાજુજી, વિજયભાઇ, ભરતજી, અજીતસિંહ, રાજુભાઇ, પ્રવિણજી, રણજીતજી, મહેશભાઇ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળતાં હારીજ અમરતપુરા વિસ્તારમાં ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરપુરા તા.હારીજવાળાએ દારૂ સંતાડેલ હોવાથી પોલીસે રેઇડ કરતાં  છાણના ઉકેડા ઉપર ખીજડાના કાંટા નાખેલ હતા અને જેમાં
ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરપુરા તા.હારીજવાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ હતો. તપાસમાં વિદેશી દારૂની કુલ બોટલો નંગ.૩૪૫ કિંમત રૂ.૫૬,૦૨૦ નો મુદ્દામાલ મળી આવેલ હોઇ તેમજ આ કામનો આરોપી ઠાકોર મંગળજી કરણાજી રહે.હારીજ અમરતપુરા તા.હારીજવાળો હાજર નહી મળી આવેલ હોઇ. જેના વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં દારૂનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા ઢીલી નિતી રાખવામાં આવતી હોવાનુ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

Download Our B K News Today App



Related News