ધાનેરા તાલુકાના શિયા ગામે બે જગ્યાએથી બનાસકાંઠા એલ.સી.બી.એ વિદેશી દારૂ ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 11:33:29
  • Views : 312
  • Modified Date : 2021-01-02 11:33:29

બનાસકાંઠા એલ.સી.બી. ની ટીમે ધાનેરા તાલુકાના શિયા ગામે બે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડયો હતો.
બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા એસ.પી. બનાસકાંઠા -
પાલનપુર તરૂણ દુગ્ગલનાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.
પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.દેસાઈ એલ.સી.બી. પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઇ, અરજણજી, યશવંતસિંહ, શંકરભાઈ, દિલીપસિંહ ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે  શિયા ગામે રહેતા મોડાજી હરજીજી રાજપૂતના રહેણાંક ઘરેથી ગે.કા.નો  વિદેશી દારૂ બિયર બોટલ નંગ ૧૨ કિ.રૂ. ૧૭૪૦/- નો મુદ્દામાલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે  સુરાભાઈ મોકાભાઈ નાઈના રહેણાંક ઘરેથી ગે.કા.નો   વિદેશી દારૂની  બોટલ નંગ ૯૧ કિં.રૂ. ૪૫૫૦ /- નો મુદ્દામાલ પ્રાપ્ત કર્યો હતો. આ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News