ડીસાના ભોંયણ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 12:11:36
  • Views : 589
  • Modified Date : 2019-06-10 12:11:36

ડીસાના એલ.સી.બી.
પોલીસે ભોંયણ પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી લીધી હતી. ગાડીમાંથી ૩૬ હજાર
રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. એલ.સી.બી.એ ૧ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
ડીસાના ભોંયણ પાસેથી  વિદેશી દારૂ ભરેલ કાર પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે એલસીબી પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એમ.એચ. ૪૩ એ ૧૩૦ નંબરની ગાડી પસાર થતા તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.
 પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકી હતી. આ ગાડી ડિવાઈડર સાથે ટકરાતા ડ્રાઈવર  નાસી છૂટ્યો હતો. એલ.સી.બી.પોલીસે ગાડીમાં તલાશી લેતા ૩૬ હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ગાડી એક મોબાઈલ અને દારૂની કિંમત મળી ૧ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News